Adipurush ને ટક્કર આપશે આ ફિલ્મો, આ અઠવાડીયે 4 બ્લોકબસ્ટર ફિલ્મો થઈ રહી છે રિલીઝ

Adipurush Release date: પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂને બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં પહેલેથી જ ઘણો ઉત્સાહ છે. રીલીઝ પહેલા જ ફિલ્મની ટિકિટો પણ આડેધડ વેચાઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઈ રહી છે. પરંતુ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું આસાન નહીં હોય. તેને એક ઈન્ટરનેશનલ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટક્કર આપવા જઈ રહી છે.
 

Adipurush ને ટક્કર આપશે આ ફિલ્મો, આ અઠવાડીયે 4 બ્લોકબસ્ટર ફિલ્મો થઈ રહી છે રિલીઝ

4 movies release 16 june: અહીં અમે તમને 4 ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ અઠવાડિયે રિલીઝ થવા જઈ રહી છે. એક ફિલ્મ રકુલ પ્રીત સિંહની છે, બીજી ક્રિસ હેમ્સવર્થની છે અને ત્રીજી એઝરા મિલરની છે. 

No description available.

સૌથી પહેલા 'આદિપુરુષ'ની વાત કરીએ. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ ભારતીય ધાર્મિક પુસ્તક રામાયણ પર આધારિત છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં ગ્રાફિક્સ અને VFX પર સારું કામ કરવામાં આવ્યું છે. તે 16 જૂને થિયેટરોમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. 

No description available.

ડીસી કોમિક્સ પર આધારિત 'ધ ફ્લેશ' પણ 16મી જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં બેટમેન અને સુપરમેનનું પાત્ર પણ છે. એટલે કે, ફિલ્મમાં તમે એઝરા મિલર, બેન એફ્લેક અને હેનરી કેવિલ સાથે જોવા મળશે. ભારતમાં તે તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. ડીસી મૂવીઝનો ભારતમાં એક મોટો ફેનબેસ છે. આવી સ્થિતિમાં આ ફીલ્મ 'આદિપુરુષ'ને કાંટાની ટક્કર આપી શકે છે. 

No description available.

વર્ષ 2020માં ભારત સહિત સમગ્ર વિશ્વમાં 'એક્સ્ટ્રેક્શન'ની ખૂબ પ્રશંસા થઈ હતી. આમાં માર્વેલ ફિલ્મોમાં થોરનું પાત્ર ભજવનાર ક્રિસ હેમ્સવર્થ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો બીજો ભાગ એટલે કે 'એક્સ્ટ્રક્શન 2' પણ તે જ દિવસે રિલીઝ થઈ રહ્યો છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. 

No description available.

રકુલ પ્રીત સિંહ અને પાવેલ ગુલાટી સ્ટારર 'આઈ લવ યુ' પણ 16મીએ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન નિખિલ મહાજને કર્યું છે. રકુલની આ ફિલ્મ ડાયરેક્ટ જિયો સિનેમા પર રિલીઝ થશે. 

આ પણ વાંચો:
વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું

Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news