આમને-સામનેઃ કંગનાને BMCએ ફટકારી નોટિસ, ઓફિસ તોડવાની આપી ધમકી

બોલીવુડ અભિનેત્રી કંગના રનોતની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અભિનેત્રીની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. હવે કંગનાને બીએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. 
 

આમને-સામનેઃ કંગનાને BMCએ ફટકારી નોટિસ, ઓફિસ તોડવાની આપી ધમકી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનોતની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અભિનેત્રીની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. હવે કંગનાને બીએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસીનું માનવું છે કે કંગનાની ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કરવામાં આવ્યું છે. બાલકની એરિયાનો રૂમની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. 

શિવસેના અને કંગના રનોત વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શાબ્દિક પ્રહાર ચાલી રહ્યો છે. હવે બીએમસીએ કંગનાની મુશ્કેલી વધારવાનું કામ શરૂ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના સેક્શન 354 (A) હેઠળ કંગના પોતાના ઘરેથી ઓફિસનું કોઈ કામ કરી શકે નહીં. નોટિસમાં તેવું લખવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રક્શન અને રિઇનોવેશન સંબંધિત તમામ ડોક્યૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના છે. બીએમસીએ 10.03am  કલાકે કંગનાની ઓફિસની દીવાલ પર નોટિસ ચોંટાડી છે. 

— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020

— Kangana Ranaut (@KanganaTeam) September 7, 2020

શું છે નોટિસમાં
બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં ગેયકાયદેસર નિર્માણના સંબંધમાં જાણકારીઓ શેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ટોયલેટને ગેરકાયદેસર રીતે ઓફિસ કેબિનમાં ફેરવી દેવામાં આવ્યું. ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર કિચનને સ્ટોર રૂમ બનાવી દેવામાં આવ્યું. તો ગેરકાયદેસર પેન્ટ્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

— Kangana Ranaut (@KanganaTeam) September 8, 2020

આ સિવાય ફર્સ્ટ ફ્લોર પર રૂમને ગેરકાયદેસર રીતે વિભાજીત કરવામાં આવ્યો. ફર્સ્ટ ફ્લોર પર પૂજા ઘરમાં પણ પાર્ટિશન કરવામાં આવ્યા છે. તો ગેરકાયદેસર ટોયલેટનું નિર્માણ કરવામાં આવ્યું. સેકન્ડ ફ્લોર પર બંગલા નંબર 4 અને બંગલા નંબર 5ને ગેરકાયદેસર રીતે દીવાલ હટાવીને જોડી દેવામાં આવ્યા છે. મેન એન્ટ્રી ગેટની પોઝિશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 

સુશાંત કેસમાં NCBની ઓફિસ પહોંચી Rhea Chakraborty, શું આજે થઇ શકે છે ધરપકડ?

આ સિવાય કંગનાને વોર્નિંગ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બિલ્ડિંગ નિર્માણ સંબંધિત તમામ દસ્તાવેજ 24 કલાકની બીએમસી ઓફિસમાં જમા કરાવવામાં આવે. જો તે આમ કરવામાં અસફળ રહે તો તેના વિરુદ્ધ સેક્શન 354 A હેઠળ પગલા ભરવામાં આવશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઓફિસની અંદર ઉપયોગ થનારા મશીન તથા અન્ય સામાનોને હટાવી દેવામાં આવશે. હવે કંગના સામે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જોવાનું રહેશે કે કંગનાની આ ઓફિસનું ભવિષ્ય શું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news