Bigg Boss OTT 2: એલ્વિશ યાદવે એ કરી દેખાડ્યું જે અત્યાર સુધી કોઈ કરી ન શક્યું, બિગ બોસનો આ રેકોર્ડ તૂટ્યો

Bigg Boss OTT 2 Winner: એલ્વિશ યાદવે બિગ બોસની 'સિસ્ટમ' હલાવી દીધી છે. એલ્વિશ બિગ બોસ ઓટીટી-2નો વિનર બન્યો છે. છેલ્લા 16 વર્ષમાં બિગ બોસના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું જેણે રેકોર્ડ સર્જી નાખ્યો. 

Bigg Boss OTT 2: એલ્વિશ યાદવે એ કરી દેખાડ્યું જે અત્યાર સુધી કોઈ કરી ન શક્યું, બિગ બોસનો આ રેકોર્ડ તૂટ્યો

Bigg Boss OTT 2 Winner: એલ્વિશ યાદવે બિગ બોસની 'સિસ્ટમ' હલાવી દીધી છે. એલ્વિશ બિગ બોસ ઓટીટી-2નો વિનર બન્યો છે. છેલ્લા 16 વર્ષમાં બિગ બોસના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટે બિગ બોસના વિનરનો તાજ પોતાના નામે કર્યો છે. એલ્વિશની આર્મી અને તેનો પરિવાર ખુશખુશાલ થઈ ગયા છે. દરેક જણ જશ્નમાં ડૂબેલા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ એલ્વિસની જીતને સેલિબ્રેટ કરાઈ રહી છે. 

એલ્વિશને મળ્યા 25 લાખ રૂપિયા
યુટ્યૂબર એલ્વિશ યાદવે એ કરી દેખાડ્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી બનીને ઘરવાળાની સિસ્ટમ હલાવનાર એલ્વિશ શોનો વિનર બની ગયો છે. એલ્વિશને જીતાડવામાં તેના ફેન્સે દીવાનગીની તમામ હદો પાર કરી નાખી છે. એલ્વિશની સાથે તેના તમામ ચાહકો પણ ખુશખુશાલ છે. બિગ બોસ ઓટીટી-2ના વિનર બનવા બદલ એલ્વિશને 25 લાખ રૂપિયા અને એક શાનદાર ટ્રોફી મળી છે. 

અભિષેક ફર્સ્ટ રનર અપ
અભિષેક મલ્હાને શરૂઆતમાં શાનદાર ગેમ રમી પરંતુ તે શોનો વિનર બનવાથી ચૂકી ગયો. અભિષેક બીજા નંબર પર રહ્યો. જો કે તેની જર્નીને ફેન્સ હંમેશા યાદ રાખશે. 

ટોપ-2માં પહોંચ્યા હતા અભિષેક અને એલ્વિશ
બિગ બોસ ઓટીટી-2ના સૌથી દમદાર અને એન્ટરટેઈનિંગ સ્પર્ધકો એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન ટોપ-2માં પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા હ તા. આ વખતે મેકર્સે 15 મિનિટ માટે વોટિંગ લાઈન્સ પણ ઓપન કરી હતી. જેથી કરીને ફેન્સને અભિષેક અને એલ્વિશમાંથી પોતાના ફેવરિટ સ્ટારને છેલ્લીવાર મત આપવાની તક મળી. 

મનિષા ટોપ 3માં રહી
મનિષા રાણીનું બિગ બોસ ઓટીટી-2ના વિનર બનવાનું સપનું તૂટી ગયું. મનિષા ટ્રોફી જીતવાની રેસમાં પાછળ રહી ગઈ. જો કે તે ખુશ છે કે તે અન્ય ઘરવાળાને પછાડીને ટોપ-3માં જગ્યા બનાવવામાં સફળ થઈ. 

આયુષ્યમાને કરી હતી ફિલ્મ પ્રમોટ
આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેએ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ-2ને બિગ બોસ ઓટીટી-2ના ફિનાલેમાં પ્રમોટ કરી હતી. સલમાન ખાને આયુષ્યમાન ખુરાનાના ખુબ વખાણ પણ કર્યા. અનન્યા પાંડેએ કહ્યું કે તે બિગ બોસની મોટી ફેન છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news