Indian Economy: લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને આપી મોટી ગેરંટી, કહ્યું- ફક્ત 5 વર્ષમાં કરશે આ કામ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે દુનિયામાં વિક્સિત ભારતનો તિરંગો ઝંડો હોવો જોઈએ.

Indian Economy: લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને આપી મોટી ગેરંટી, કહ્યું- ફક્ત 5 વર્ષમાં કરશે આ કામ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે દુનિયામાં વિક્સિત ભારતનો તિરંગો ઝંડો હોવો જોઈએ. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન મોંઘવારીથી લઈને દેશની ઈકોનોમી સુધી વાત કરી અને સરકારના લક્ષ્યને દેશવાસીઓ સામે રજૂ કર્યો. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમીમાં સામેલ હશે. 

પીએમ મોદીએ આપી આ ગેરંટી
પીએમ મોદીએ કહ્યું કે ભારત ગ્લોબલ ફાઈનાન્શિયલ ઓર્ડરમાં 10માં નંબર પરથી ઉઠીને હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. તેમણે કહ્યું કે આ આમ જ નથી બની ગયું, તેના માટે અમે લીકેજને બંધ કર્યું. મજબૂત અર્થવ્યવસ્થા બનાવી, અમે ગરીબ કલ્યાણ માટે વધુમાં વધુ ધન ખર્ચ કરવાનો પ્રયત્ન કર્યો. 

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું તમને ગેરંટી આપું છું કે આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. અત્રે જણાવવાનું કે ભારતે બ્રિટનને પછાડતા દુનિયાની ટોપ પાંચ ઈકોનોમીમાં જગ્યા બનાવી છે. 

ભારતના ભવિષ્યન બનાવી રહ્યો છે આ કાળખંડ
પીએમ મોદીએ કહ્યું કે દેશ જ્યારે આર્થિક રીતે સમૃદ્ધ હોય છે ત્યારે ફક્ત તિજોરી નથી ભરાતી. દેશનું સામર્થ્ય વધે છે, દેશવાસીઓનું સામર્થ્ય વધે છે. પીએમ મોદીએ કહ્યું કે અમારું લક્ષ્ય અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું, લોકોને સશક્ત બનાવવાનું, અને ભારતને એક વિક્સિત દેશ બનાવવાનો છે. જ્યારે દેશમાં ગરીબી ઓછી હોય છે ત્યારે મધ્યમ વર્ગની ક્ષમતાઓ અનેકગણી વધી જાય છે. તેમણે કહ્યું કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું આ કાળખંડ ભારતના ભવિષ્યને બનાવી રહ્યું છે. 

મોંઘવારી પર કાબૂ મેળવવાની કોશિશ ચાલુ
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશમાં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે અનેક પગલાં ભર્યા છે અને આ દિશામાં અમારા પ્રયત્નો આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ગત કાળખંડની સરખામણીમાં આપણને સફળતા પણ મળી છે પરંતુ આપણે એટલો સંતોષ નથી કરી શકતા. મારા દેશવાસીઓ પરથી મોંઘવારીનો બોજો ઓછામાં ઓછો થાય, એ દિશમાં મારે હજુ વધુ પગલાં ભરવાના છે અને મારો એ પ્રયત્ન સતત ચાલુ રહેશે. 

પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે મારી સરકારે કલ્યાણકારી યોજનાના 10 કરોડ ફેક લાભાર્થીઓને બહાર કરી નાખ્યા. ખોટી રીતે કમાવવામાં આવેલી સંપત્તિઓની જપ્તી 20 ગણી વધી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news