Bigg Boss14: આધ્યાત્મિક ગુરૂ રાધે માએ શો માટે માંગેલી ફી જાણીને ચોંકી જશો

આ રકમ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં બહુ જ વધારે છે. પરંતુ રાધે માની એન્ટ્રી વિશે અત્યાર સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી છે

Bigg Boss14: આધ્યાત્મિક ગુરૂ રાધે માએ શો માટે માંગેલી ફી જાણીને ચોંકી જશો

ઝી મીડિયા/બ્યૂરો :ટીવીના બહુચર્ચિત શો બિગબોસની આજથી વાપસી થઈ રહી છે. શોની નવી સીઝન બિગબોસ 14 (Bigg Boss 14) હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ જ્યારથી બિગબોસના ઘરમાં જનારા કન્ટેસ્ટન્ટના નામનો ખુલાસો થયો છે, ત્યારથી નવા સીઝનની ડિમાન્ડ વધી ગઈ છે. બિગબોસની નવી સીઝનમાં આધ્યાત્મિક ગુરુ રાધે મા (Radhe Maa) પણ નજર આવનાર છે. 

આ પણ વાંચો : સુરત : જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને પોતાના કારમાં આત્મહત્યા કરી 

શું તમને ખબર છે કે, આ શોમાં રાધે મા હાઈએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ લિસ્ટમાં સામેલ છે. Bollywoodlife.com માં પ્રકાશિત ખબર અનુસાર, શોનો હિસ્સો બનવા માટે રાધે માએ સારી એવી રકમની માંગણી કરી છે. રિપોર્ટ અનુસાર, તેઓને દર સપ્તાહમાં અંદાજે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ રકમ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં બહુ જ વધારે છે. પરંતુ રાધે માની એન્ટ્રી વિશે અત્યાર સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી છે. 

— COLORS (@ColorsTV) September 29, 2020

ઉલ્લેખનીય છે કે, જ્યારે કલર્સ ટીવીએ રાધે માની એન્ટ્રી પર એક પ્રોમો વીડિયો શેર કર્યો હતો, ત્યારથી લોકોની વચ્ચે બેચેની વધી ગઈ છે. આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, આ શનિવારે બિગબોસની ઘરમાં કોઈની કૃપાદ્રષ્ટિ વરસશે. બિગબોસ 14 ગ્રાન્ડ પ્રીમિયર, 3 ઓક્ટોબર શનિવારે રાત્રે 9 વાગ્યે. ગોડવૂમન રાધે મા ઉર્ફે સુખવિંદર કૌરને તમે બિગબોગસની આ સીઝનમાં જોવા માટે લોકો કેટલું પસંદ કરે છે. આ જોઈને રસપ્રદ એ રહેશે કે, ઘરની અંદર રાધે માનો વ્યવહાર જોવાલાયક બની જશે. 

Bigg Boss 14, Radhe maa, salman khan, trishul, Radhe maa full name, Radhe maa latest news, Bigg Boss contenstant, bollywood gossip, Entertainment News today, Trending News today

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news