ચોકલેટી બિકિનીમાં જોવા મળી Bhumi Pednekar, સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યાં છે પ્રશંસા

કોમેન્ટ સેક્શનમાં ફેન્સ ભૂમિ પેડનેકરની પ્રશંસા કરી રહ્યાં છે. અનેક યૂઝર્સે તેના લુકના વખાણ કર્યાં છે. 
 

ચોકલેટી બિકિનીમાં જોવા મળી Bhumi Pednekar, સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યાં છે પ્રશંસા

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) એ પોતાના લુકની સાથે જેટલા એક્સપરિમેન્ટ કર્યા છે એટલા લગભગ અત્યાર સુધી કોઈ અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં કર્યાં છે. ફિલ્મ 'દમ લગા કે હઈશા' (Dum Laga ke Haisha) માં પોતાનું વજન વધારી ચુકેલી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ને જોઈને આજે યુવાનોના દિલની ધડકનો વધી જાય છે. ભૂમિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે. 

ભૂમિનો અંદાજ જોઈ દિલ હાર્યા ફેન્સ
હાલમાં તેણે ફેન્સ માટે પોતાની એક બોલ્ડ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફોટોમાં ભૂમિ પેડનેકર  (Bhumi Pednekar) બ્રાઉન કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. પરંતુ તેણે ખુદને એટલી વધુ લીન કરી છે કે મોટાભાગના લોકો આ ફોટોમાં ભૂમિને ઓળખી શકશે નહીં. ફોટોમાં ભૂમિએ ટોપ એંગલ ક્લિક કર્યો છે અને તે માથા પર ટોપી પહેરીને જોવા મળી રહી છે. 

થોડા સમયમાં મળી લાખો લાઇક્સ
કોમેન્ટ સેક્શનમાં ફેન્સ ભૂમિની પ્રશંસા કરી રહ્યાં છે. અનેક યૂઝર્સે તેના લુક અને ટ્રાન્સફોર્મેશનના વખાણ કર્યાં છે અને ફોટોમાં ત્રણ કલાકમાં 4 લાખથી વધુ લાઇક મળી છે. તમામ યૂઝર્સ દિલ અને ફાયરવાળી ઇમોજી બનાવીને અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યાં છે. 

ભૂમિની આવનારી ફિલ્મોના નામ
વર્ક ફ્રંટની વાત કરીએ તો ભૂમિ પેડનેકરની પાસે પ્રોજેક્ટની કોઈ કમી નથી. બધાઈ હો  (Badhai Ho) ની અપારસફળતા બાદ હવે અભિનેત્રી જલદી નવી ફિલ્મ બધાઈ દો (Badhai Do) માં કામ કરતી જોવા મળશે. આ સિવાય મિસ્ટર લેલે (Mister Lele) અને રક્ષા બંધન (Raksha Bandhan) જેવી ફિલ્મોમાં પણ ભૂમિ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેની પાસે અલી અબ્બાસ ઝફરનો એક અનટાઇટલ્ડ પ્રોજેક્ટ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news