કનેરિયા મામલાએ વિવાદ પકડ્યો તો બેકફુટ પર આવ્યો શોએબ અખ્તર, હવે કરી સ્પષ્ટતા
આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આ દિવસોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યૂસુફ ચર્ચામાં છે. આ મામલો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા રહેલા શોએબ અખ્તરના એક ટીવી કાર્યક્રમ સાથે જોડાયેલો છે, જેમાં તેણે કહ્યું હતું કે, પાકિસ્તાની ટીમના કેટલાક ક્રિકેટર દાનિશ કનેરિયાની સાથે હિન્દુ હોવાને કારણે ભેદભાવ કરતા હતા.
શોએબ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. દાનિશ કનેરિયાને નિવેદન જારી કરીને શોએબ અખ્તરનો આભાર માન્યો હતો. સાથે કનેરિયાએ આ મામલાને રાજકીય રંગ ન આપવાની અપીલ પણ કરી હતી.
આ વિવાદ વાયરલ થયા બાદ શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર સ્પષ્ટતા કરી છે. 10:09 મિનિટના આ વીડિયોમાં તેણે કહ્યું કે, તેનો ઈરાદો સારી વાતો કરી સમાજને સારા બનાવવાનો છે, પરંતુ ખુબ મોટો વિવાદ ઉભો કરી દેવામાં આવ્યો છે. તેણે વિવાદના કારણ પર પોતાની વાત રાખી છે.
Whatever @shoaib100mph said in his interview is true. But at the same time, i am thankful to all great players who supported me wholeheartedly as a cricketer. I personally request all not to politicise the issue. Here is my statement: pic.twitter.com/8vN3Kilm4W
— Danish Kaneria (@DanishKaneria_) December 26, 2019
શોએબે કહ્યું, 'હું જોવા ઈચ્છતો હતો કે લોકો કેવો પ્રતિભાવ આપે છે. માશા અલ્લાહ, તમે મારા નિવેદન પર સામાન્ય નિવેદન આપ્યા અને ખોટા સમાચાર પણ ફેલાવ્યા છે.'
તેણે કહ્યું, 'મેં દાનિશ કનેરિયાના મામલામાં જે પણ કહ્યું તેને 'ટીમ કલ્ચર' તરીકે કહ્યું નથી. આ અમારી ટીમની આચાર સંહિતા નથી, પરંતુ એક-બે ખેલાડી છે, જેણે આમ કર્યું હતું. આવા એક-બે ખેલાડી વિશ્વભરમાં હોય છે, જે વંશીય ટિપ્પણી કરી દે છે.'
I condemn the comments made about discrimination regarding players from the minority in the Pakistan Team. I have been a member of the team & I’ve always had a lot of love & support from the team, the management & the fans! Pakistan Zindabad
— Mohammad Yousaf (@yousaf1788) December 27, 2019
શોએબ અખ્તરે કહ્યું, 'હું સમાજ સાથે જોડાયેલો છું. મેં અનુભવ્યું કે આ મામલાને આક્રમક રીતે દબાવી દેવામાં આવે. તેથી હું તે ખેલાડીઓ સામે મજબૂતીથી આવ્યો અને કહ્યું કે, જો બીજીવાર આવી વાત કરશે તો ઉપાડીને ફેંકી દઈશ.'
તેણે કહ્યું, અમારૂ આ કલ્ચર નથી. આ વાત સાબિત કરવા માટે મારો એક બીજો સાથે પણ ત્યાં બેઠો હતો. તેણે કહ્યું કે, શોએબ વાસ્તવમાં યોગ્ય કહી રહ્યો છે અને તમારે આવી વાત ન કરવી જોઈએ.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે