યાદ આ રહા હૈ તેરા પ્યાર...ગીત-સંગીતના સંગમ સાથે બપ્પી દા અનંત યાત્રા પર, મુંબઈમાં અંતિમ સંસ્કાર

  • મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર
  • કાલે મોડી રાત્રે દીકરો બપ્પા લાહિરી અમેરિકાથી આવ્યો
  • ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિઆને લીધે થયું સિંગરનું નિધન
  • પોતાની દીકરીના ખોળામાં લીધા હતા અંતિમ શ્વાસ

Trending Photos

યાદ આ રહા હૈ તેરા પ્યાર...ગીત-સંગીતના સંગમ સાથે બપ્પી દા અનંત યાત્રા પર, મુંબઈમાં અંતિમ સંસ્કાર

નવી દિલ્લીઃ બોલીવુડને રોક એન્ડ રોલ અને ડિસ્કોથી તરબોળ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબુર કરી દે તેવું સંગીત આપનારા શાનદાર સિંગર બપ્પી દા આજે આપણી વચ્ચે નથી રહ્યાં. લતાજીના નિધન બાદ સંગીતની દુનિયાનો આ બીજો સિતારો આજે ખરી પડ્યો. આજે સવારે 10 વાગ્યે વિલે પાર્લે સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. તેમણે ગાયેલાં ગીતો અને મ્યૂઝિક સાથે શાનદાર રીતે આ ડિસ્કો કિંગને અંતિમ વિદાય આપવામાં આવી. આખુ બોલીવુડ તેમની અંતિમ યાત્રામાં ઉમટી પડ્યું હતું. રસ્તા પણ પણ તેમના પ્રસંશકો ઠેર-ઠેર અંતિમ દર્શન કરવા માટે ઉભેલાં જોવા મળ્યાં.

 

 

15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યે 69 વર્ષની ઉંમરે સિંગરે દુનિયાને અલવિદા કહ્યું. પરંતુ, બીજે દિવસે એટલે કે બુધવારે અંતિમ સંસ્કાર ના થઇ શક્યા કારણકે બપ્પી લાહિરીનો દીકરો અમેરિકા હતો અને તે બુધવારે મોડી રાત્રે જ મુંબઈ આવ્યો. બપ્પી દાએ મુંબઈની જુહૂ સ્થિત ક્રિટિ કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બપ્પી દા સાથે છેક સુધી તેમની દીકરી હતી. રીમાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમ અંતે પિતાના મૃતદેહ સામે હૈયાફાટ રુદન કરી રહી છે અને પરિવાર તેને સાંત્વના આપી રહ્યો છે.

 

 

બપ્પી દાની તબિયત અચાનક લથડતા તેમને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, સિંગરનું નિધન ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિઆને લીધે થયું છે. છેલ્લા એક વર્ષથી તેઓ આ ડિસઓર્ડરથી પીડિત હતા. ઉંમર વધતા તેમને ઘણા હેલ્થ પ્રોબ્લેમ પણ હતા.

નિધન પછી બપ્પી દાનું પાર્થિવ શરીર હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો. કાજોલ અને તેની માતા તનુજ, અલકા યાજ્ઞિક, રાકેશ રોશન, ચંકી પાંડે, અભિજીત ભટ્ટાચાર્ય, નીતિન મુકેશ, પદ્મિની કોલ્હાપુરે, ઈલા અરુણ, સોફી ચૌધરી, રાજ મુખર્જી, લલિત પંડિત, સાધના સરગમ, વિજેતા પંડિત, પૂનમ ઢિલ્લો, સાક્ષી તંવર અને સલમા આગ સહિત ઘણા સેલેબ્સ અંતિમ સંસ્કાર માટે તેમના ઘરે ગયા હતા. બપ્પી દાના ઘરની બહાર ચાહકોની ભીડનો જમાવડો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news