ચીનમાં 'અંધાધુન'ની સફળતાથી ખુશ છે આયુષ્માન, બોલ્યો- સિનેમાએ સરહદોના બંધન તોડી દીધા છે

આયુષ્માને કહ્યું કે સિનેમાનું આકર્ષણ વિશ્વ ભરમાં હોય છે, જેણે ભાષા અને સરહદોનું બંધન તોડી દીધું છે. 

ચીનમાં 'અંધાધુન'ની સફળતાથી ખુશ છે આયુષ્માન, બોલ્યો- સિનેમાએ સરહદોના બંધન તોડી દીધા છે

નવી દિલ્હીઃ અભિનેતા આયુષ્માન ખુરાના ચીનમાં પોતાની ફિલ્મ 'અંધાધુન'ની સફળતાથી ખુબ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, આ સાબિત કરે છે કે સિનેમા ભાષા અને સરહદથી ઉપર છે. આયુષ્માને એક નિવેદનમાં કહ્યું કે, 'સિનેમાનું આકર્ષણ વિશ્વ ભરમાં હોય છે, જેણે ભાષા અને સરહદોનું બંધન તોડી દીધું છે.' અંધાધુનને સારી સિનેમાની શ્રેણીમાં જોઈને ઘણી ખુશી મળી રહી છે, જેણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. ચીનમાં આ ફિલ્મ 'પ્યાનો પ્લેયર'ના નામથી રિલીઝ થઈ છે. 

આયુષ્માને કહ્યું, 'વ્યક્તિગત રીતે મારા માટે, 'અંધાધુને' ચીનમાં 100 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવો ખુબ ગર્વની ક્ષણ છે. એક કલાકાર તરીકે હું ખુશ છું કે ભારતીય સિનેમા જે વિશ્વ ભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે, તેમાં હું પણ મારૂ યોગદાન આપી શક્યો છું. 

— taran adarsh (@taran_adarsh) April 9, 2019

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મએ ચીનમાં 100 કરોડ રૂપિયાથી વધુનો આંકડો પાર કરી લીધો છે. આયુષ્માને આ સિદ્ધિનો શ્રેય ફિલ્મના ડાયરેક્ટરને આપ્યો છે. 2018માં આવેલી આ ફિલ્મમાં રાધિકા આપ્ટેની સાથે તબ્બૂએ પણ કામ કર્યું હતું. ફિલ્મએ ભારતીય બજારમાં પણ સારી કમાણી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news