ભાઈની સાથે મળીને આયુષ્માને પંચકુલામાં ખરીદ્યુ ઘર, કરોડોમાં કિંમત


ઘરને લઈને આયુષ્માને વાતચીતમાં કહ્યુ કે, ખુરાનાસને એક નવુ ઘર મળી ગયું છે. પરિવારે એક સાથે રહેવાનો નિર્ણય લીધો હતો અને એટલે આ ઘર લીધુ છે. 
 

ભાઈની સાથે મળીને આયુષ્માને પંચકુલામાં ખરીદ્યુ ઘર, કરોડોમાં કિંમત

પંચકુલાઃ લૉકડાઉન પૂરુ થતા આયુષ્માન ખુરાના પોતાના પરિવારની સાથે ચંડીગઢ આવી ગયો છે. આયુષ્માન ખુરાનાએ પોતાના ભાઈ અપારશક્તિ ખુરાનાની સાથે મળીને પોતાના હોમ ટાઉન ચંડીગઢની નજીક એક ઘર લીધું છે. જાણવામાં આવી રહ્યું છે કે પરિવારની સાથે બંન્ને ત્યાં શિફ્ટ થઈ ગયા છે. 

કેટલી છે ઘરની કિંમત
આયુષ્માને ઘર ચંડીગઢની નજીક પંચકુલામાં ખરીદ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આયુષ્માનના આ ઘરની કિંમત 9 કરોડ રૂપિયા છે. ઘરને લઈને આયુષ્માને આઈએએનએસ સાથે વાતચીતમાં કહ્યુ, ખુરાનાસને એક નવુ ઘર મળી ગયું છે. પરિવારે નિર્ણય કર્યો હતો કે એક સાથે એક ઘરમાં રહેવામાં આવે અને પછી અમે ઘર ખરીદ્યું. આ ઘરમાં અમે અમારી યાદોને સજાવીશું અને તેને શાનદાર બનાવીશું. 

રિપોર્ટ પ્રમાણે 6 જુલાઈએ આયુષ્માન અને તેની પત્ની તાહિરા કશ્યપ પંચકુલાના તાલુકામાં જોવા મળ્યા હતા. ત્યાં તેણે પોતાના નામ પર ઘરને રજીસ્ટર કરાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે તેનું નવુ ઘર પંચકુલાના સેક્ટર 6માં છે. 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

બીજીતરફ કોરોના વાયરસ દરમિયાન લૉકડાઉન અને ત્યારબાદ આયુષ્માન પોતાને ફિટ રાખવા માટે સાઇકિલિંગ કરી રહ્યો છે. તેણે હાલમાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. ચંડીગઢમાં આયુષ્માન ખુબ સાયકલ ચલાવી રહ્યો છે અને પોતાને ફિટ રાખી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news