Video : લોકપ્રિય સિંગર શાન પર ગૌહાટીમાં હુમલો, બંગાળી ગીત સાંભળીને ભડક્યા ચાહકો

આ ઘટના પછી શાન કાર્યક્રમને વચ્ચેથી છોડી ચાલ્યો ગયો હતો

Video : લોકપ્રિય સિંગર શાન પર ગૌહાટીમાં હુમલો, બંગાળી ગીત સાંભળીને ભડક્યા ચાહકો

મુંબઈ : આસામના ગૌહાટી ખાતે લાઇવ કોન્સર્ટ માટે પહોંચેલા લોકપ્રિય સિંગર શાન પર પર્ફોમન્સ દરમિયાન હુમલો થયો હતો. આ કાર્યક્રમમાં શાન પર પત્થર અને કાગળના ડુચા ફેંકવામાં આવ્યા હતા. 

આ હુમલાનો વીડિયો ફેસબુક પર વારંવાર દેખાડવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ચાહકો ધમાલ કરતા અને ખુરશીઓની તોડફોડ કરતા દેખાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાને સ્ટેજ પર બંગાળી ગીત ગાવાનું શરૂ કરતા ધમાલ શરૂ થઈ ગઈ હતી અને ચાહકો કહેવા લાગ્યા હતા કે આ બંગાળ નથી  પણ આસામ છે. 

આ સમગ્ર મામલા વિશે શાને પણ જાહેરમાં મંતવ્ય જાહેર કરતા કહ્યું છે કે આ ઘટના પર રાજનીતિ ન થવી જોઈએ અને એક કલાકાર સાથે આવું વર્તન યોગ્ય નથી. આયોજકોએ પણ આ મામલે શાનની માફી માગી હતી અને ધમાલ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપી હતી. મળતી માહિતી પ્રમાણે આ ધમાલ પછી શાન કાર્યક્રમને અધવચ્ચે છોડીને ચાલ્યો ગયો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...                                                                                                                                                    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news