Aryan Khan અને Ananya Panday ની ચેટ આવી સામે, ચરસ-ગાંજાને લઈને કરી આ વાત

NCB સતત કોર્ટમાં આર્યન ખાનના ચેટ્સ વિશે વાત કરી રહી છે. તેમાંથી કેટલાક ચેટ્સ Zee News ના હાથમાં લાગ્યા છે. તેમાં આર્યન ખાન અને અનન્યા પાંડેના ડ્રગ્સ ગ્રુપનું વોટ્સએપ ચેટ પણ સામેલ છે. 
 

Aryan Khan અને Ananya Panday ની ચેટ આવી સામે, ચરસ-ગાંજાને લઈને કરી આ વાત

નવી દિલ્હીઃ શાહરૂખ ખાન  (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan), અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી 20 ઓક્ટોબરના નકારી દેવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી થશે. આરોપી હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. હાઈપ્રોફાઇલ રેવ પાર્ટી ડ્રગ્સ મામલામાં ત્રણની ધરપકડ થઈ છે. આ મામલે સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં અનન્યા પાંડે (Ananya Panday) વિશે વાત કરવામાં આવી રહી છે. તેમાં કેટલીક ચેટ્સ Zee News ને હાથ લાગી છે. તેમાં આર્યન ખાનના ડ્રગ્સ ગ્રુપનું વોટ્સએપ ચેટ પણ સામેલ છે. એનસીબીના સૂત્રો પ્રમાણે આ સેલિબ્રિટીના બાળકોને ડ્રગ્સના કેટલાક ખાસ ડ્રગ પેડલર અને સપ્લાયર પહોંચાડતા હસા અને તેના દ્વારા ડ્રગ પેડલર બોલીવુડમાં પોતાનું નેટવર્ક આગળ વધારવા ઈચ્છતા હતા. 

6 જુલાઈ 2019ની ચેટ
પ્રથમ ચેટ 6 જુલાઈ 2019ની છે. આ ચેટ અનન્યા પાંડે  (Ananya Panday) અને આર્યન ખાન (Aryan Khan) વચ્ચે છે. 

આર્યન- વીડ
અનન્યા- આ ડિમાન્ડમાં છે
આર્યન- હું તારી પાસે સીક્રેટ રીતે લઈશ
અનન્યા- બરાબર છે.

બીજી ચેટમાં થયા ખુલાસા
બીજી ચેટ પણ 6 જુલાઈ 2019ની છે. આ ચેટ પણ અનન્યા પાંડે અને આર્યન ખાન વચ્ચેની છે. 

અનન્યા- હવે હું આ બિઝનેસમાં છું
આર્યન- તે વીડ ખરીદી
આર્યન- અનન્યા
અનન્યા- હું ખરીદી રહી છું. 

ત્રીજી ચેટ 18 માર્ચ 2021ની છે. એનસીબીના સૂત્રો પ્રમાણે આ ચેટ આર્યન ખાનના વોટ્સએપ ડ્રગ ગ્રુપની છે, જેમાં આર્યન ખાન કહે છે કે Lets do Cocaine. આ સિવાય ગ્રુપમાં આર્યન ખાન કહે છે કે, હું તમને લોકોને એનસીબીથી પકડાવીશ.

શું છે મામલો
તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરે ધરપકડ થયેલ આર્યન ખાન મુંબઈની આર્થન રોડ સેન્ટ્રલ જેલમાં બંધ છે. NCB એ 2 ઓક્ટોબરે મુંબઈમાં ચાલી રહેલ એક રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આર્યન ખાન સહિત 8 લોકોને ઝડપ્યા હતા. એનસીબી પ્રમાણે આર્યન અને તેના સાથીઓ પાસે 13 ગ્રામ કોકીન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને એમડીએમએની 22 ગોળીઓ સિવાય 1.33 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલામાં અનેક વોટ્સએપ ચેટ સામે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news