મલાઈકા અરોરાની લાઈફનો રીયલ સ્ટાર કોણ છે જણાવ્યું ખુદ અર્જુન કપૂરે, બ્રેકઅપ વિશે પણ થયો ખુલાસો

Malaika Arora and Arjun Kapoor: સોશિયલ મીડિયામાં તેમના સંબંધોને લઈને ઘણા પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી. વાત ત્યાં સુધી હતી કે બંનેએ તેમના 6 વર્ષ જૂના સંબંધોનો અંત કરી દીધો છે અને હવે આગળ વધી રહ્યા છે. બંને જે રીતે પોસ્ટ કરી રહ્યા હતા તેનાથી બ્રેકઅપની અટકળો વધી હતી.
 

મલાઈકા અરોરાની લાઈફનો રીયલ સ્ટાર કોણ છે જણાવ્યું ખુદ અર્જુન કપૂરે, બ્રેકઅપ વિશે પણ થયો ખુલાસો

Malaika Arora and Arjun Kapoor: મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ આમ તો ઘણીવાર થઈ ચુકી છે પરંતુ આ વખતે આ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી બ્રેકઅપની અટકળો પર અર્જુન કપૂરે પોતે સ્પષ્ટતા કરી દીધી છે. 

સોશિયલ મીડિયામાં તેમના સંબંધોને લઈને ઘણા પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી. વાત ત્યાં સુધી હતી કે બંનેએ તેમના 6 વર્ષ જૂના સંબંધોનો અંત કરી દીધો છે અને હવે આગળ વધી રહ્યા છે. બંને જે રીતે પોસ્ટ કરી રહ્યા હતા તેનાથી બ્રેકઅપની અટકળો વધી હતી. પરંતુ હવે અર્જુન કપૂરે મલાઈકાની પોસ્ટ પર એવી કોમેન્ટ કરી છે જેનાથી સ્પષ્ટ થયું છે કે બંને વચ્ચે બધું બરાબર છે.

આ પણ વાંચો:

ઈન્ટરનેશનલ ડોગ ડે પર મલાઈકાએ તેના પેટ કેસ્પર સાથેના ફોટોશૂટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં મલ્લા તેના પેટ સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ વીડિયો પર અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. તેણે 2 કોમેન્ટ કરી હતી. જેમાં એકમાં લખ્યું છે કે કેસ્પર મલ્લાની લાઈફનો રીયલ સ્ટાર છે. જ્યારે બીજી કોમેન્ટમાં લખ્યું છે હેન્ડસમ બોય...

આ સિવાય મલાઈકાએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે બે સનગ્લાસની તસવીર શેર કરી હતી. જેમાંથી એક અર્જુન કપૂરના હોવાની ચર્ચા છે. એટલે કે હજી પણ બંને એકબીજાની સાથે જ છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂરનું નામ યુટ્યુબ સ્ટાર કુશા કપિલા સાથે જોડાઈ રહ્યું હતું. વાત ડેટિંગ સુધીની ચાલતી હતી. પરંતુ કુશાએ સ્પષ્ટ કર્યું હતું કે આ વાત માત્ર અફવા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news