VIDEO: ઇન્ટરનેટ પર છવાયું ‘ગલી બોય’નું પ્રથમ ગીત, રણવીર સિંહની ધમાકેદાર એન્ટ્રી

Zee Music Company દ્વારા 13 જાન્યઆરીએ રિલીઝ કરવામાં આવેલા આ ગીતને અત્યાર સુધીમાં 17,92,340વાર જોવામાં આવ્યું છે. 

VIDEO: ઇન્ટરનેટ પર છવાયું ‘ગલી બોય’નું પ્રથમ ગીત, રણવીર સિંહની ધમાકેદાર એન્ટ્રી

નવી દિલ્હી: ફરહાન અખ્તર, જોય અખ્તર અને રિતેશ સિંધવાનીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેન્ટમેન્ટના બેનરમાં બનેલી ગલી બોય અત્યારે ચર્ચાને વિષય બન્યો છે. આ ફિલ્મમાં બોલીવુડના એક્ટર રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. હાલમાંજ આ ફિલ્મના ટ્રેલરને રીલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રીલીઝ થવાની સાથે જ રણવીર સિંહની સોશિયલ મીડિયામાં જોરદાર વખાણ થઇ રહ્યા છે. કારણ કે, તે ફિલ્મોમાં અવનવા અવતારમાં જોવ મળે છે. ત્યારે હવે આ ફિલ્મનું ગીત ’આપના ટાઇમ આયેગા’ રીલીઝ કરવામાં આવ્યું છે. 

4 લાખ કરતા પણ વધારે વાર જોવાયું સોન્ગ 
Zee Music Company દ્વારા 13 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવેલા સોન્ગને અત્યાર સુધીમાં 17,92,340 વાર જોવામાં આવ્યું છે, જાણીતા રૈપર ડિવાઇન(Divine)ના જીવન પર આધારિત આ ફિલ્મમાં રણવીરસિંહ એકદમ કુલ સ્ટાઇલમાં રૈપ કરતો નજરે ચડી રહ્યો છે. અને દર્શકો દ્વારા રણવીરના લુકને પસંદ કરવામાં આવી રહ્યો છે. ’સિંબા’ અને ‘ખિલજી’ બાદ રણવીર સિંહ મુંબઇની એક ચાલના છોકરાના રોલમાં જોવો ખરેખર જોરદાર છે. ફિલ્મના ટ્રેલરને જોઇને લાગી રહ્યું છે, કે બોલીવુડમાં ફરીએકવાર ફ્રેશ વાર્તાને રશીકો સામે લાવવામાં આવી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ પાવરફૂલ અને આઝાદ છોકરીની ભૂમીકામાં દેખાઇ રહી છે.

હાલમાં જ Zee News સાથે વાતચીત કરતા રણવીર સિંહે કહ્યું કે તેનો જન્મ આ ફિલ્મનો અભિનય કરવા માટે થયો હોય તેવું તેમનું માનવું છે. રણવીરે કહ્યું કે, ‘આ ફિલ્મ કોઇ બીજી કરી લેત તો હું બળીને ખાખ થઇ ગયો હોત. પહેલી વાર મને એવું લાગ્યું કે, આ એવી ફિલ્મ છે, જેના માટે મે જન્મ લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news