Anupama: બાનું આ રૂપ ઘરમાં દરેકને ચોંકાવી નાખશે, અનુપમા બાદ હવે જાણો કોની પર ત્રાટકશે લીલા

ટીવી શો 'અનુપમા' (Anupama) માં આ દિવસોમાં અનુપમા પોતાની એક નવી દુનિયા ઉભી કરી રહી છે અને બીજી તરફ, બા દરેક વખતે અનુપમાની ખુશી પર ગ્રહણ બનીને આવે છે. ફરી એકવાર બા આવ્યા પણ આ વખતે તેણે તેના પતિ પર સવાલો ઉઠાવ્યા.

Anupama: બાનું આ રૂપ ઘરમાં દરેકને ચોંકાવી નાખશે, અનુપમા બાદ હવે જાણો કોની પર ત્રાટકશે લીલા

નવી દિલ્હી: ટીવી સીરિયલ અનુપમા (Anupama) માં અત્યાર સુધી તમે જોયું કે અનુજે શાહ પરિવાર સામે અનુપમા પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને આ વાત અનુપમાએ સાંભળી હતી. અનુપમાએ તેની અને અનુજની મિત્રતા જાળવી રાખી છે અને તેની મિત્રતાને દુનિયાની તમામ ચિંતાઓથી દૂર રાખી છે.

અનુજને ઉશ્કેરશે બા
આજના એપિસોડમાં તમે જોશો કે બા સિંદૂર લઇને અનુજ પાસે પહોંચશે અને કહેશે કે તેણે હવે તેના આ સંબંધને નામ આપવું જોઇએ જેથી સમાજમાં તેનું પણ સન્માન થાય. બા કહેશે કે સંબંધ વિનાનો પ્રેમ અય્યાશી અને બદનામી હોય છે. તેથી અનુપમાની માંગમાં સિંદૂર ભરી તેને તેના ઘરની લક્ષ્મી બનાવે અને મારું મોં બંધ કરી દે. બા કહેશે કે આ સિંદૂર જ અનુપમા પર લાગેલા ડાઘ દૂર કરી શકે છે. બા સતત અનુજને ઉશ્કેરશે.

અનુપમાના માથા પર તિલક લગાવશે અનુજ
અનુજ પણ ઉશ્કેરાઈને એક ચપટી સિંદૂર ઉપાડશે પરંતુ ત્યારે જ અનુપમા તેને રોકશે અને તે સિંદૂર તેના માથામાં લગાવશે. અનુજ કહેશે કે તેને અનુપમા માટે પ્રેમ છે પણ અનુપમાને તેના માટે કોઈ પ્રેમ નથી. અનુજ કહેશે કે તે અનુપમાનો માત્ર મિત્ર છે. અનુજ કહેશે કે તે તેને તિલક લગાવીને દેવી બનાવી શકે છે, માંગ ભરીને પત્ની નહીં.

બા ફરી અનુપમા પર લગાવશે આરોપ
અનુપમા બાને કહેશે કે તે અનુજનો પ્રેમ સ્વીકાર કરી શકશે નહીં પરંતુ તેના પ્રેમનું સન્માન કરે છે. અનુપમા કહેશે કે અમે અમારા સંબંધની મર્યાદા નક્કી કરી છે. અનુપમા બાને કહેશે કે તેઓ તેમને જીવવા દે. બા અનુપમા અને અનુજ પર શાહ પરિવારની ખુશીઓ બરબાદ કરવાનો આરોપ લગવાશે.

બા સાથે ઊંચા અવાજે વાત કરશે બાપુજી
બાપુજી આજે બા પર ગુસ્સે થશે અને બાને ફેક્ટરીમાંથી નિકળી જવાનું કહેશે. તેના પર બા કહેશે કે તેઓ કોણ છે તેને હટાવવાવાળા. બાએ કહ્યું કે હું મારી મરજીથી વહુ પસંદ કરી શકી નથી, જ્યારથી અનુપમા ઘરમાં આવી છે ત્યારથી ખુશીઓને નજર લાગી ગઈ છે. બા તેમનું અહેસાન ગણાવશે કે તેમણે વહુ તરીકે ઘર માટે શું-શું કર્યું છે.

બાપુજી પર પણ સવાલ ઉઠાવશે બા
બા ગુસ્સામાં બાપુજીના પાત્ર પર આંગળી ચીંધે છે અને કહે છે તેમણે આજ સુધી કોઈ જવાબદારી નિભાવી નથી. બાપુજીના સ્ટેટસ પર સવાલ કરશે બા અને કહેશે કે જ્યારે તમારી હેસિયત ન હતી તો તમે લગ્ન કેમ કર્યા. બા કહેશે કે તમે તમારા જીવનમાં શું કર્યું છે. બા કહેશે કે વનરાજને નાનપણથી જ કામ કરવું પડ્યું કારણ કે તેના પિતા ઘરની જવાબદારી સંભાળી શકતા ન હતા. બા કહેશે કે જો મારો દીકરો ન હોત તો આજે અમે વૃદ્ધાશ્રમમાં વાસણો ધોતા હોત. બા કહેશે કે જો મારી પુત્રી તેના પિતાના વિશ્વાસે બેઠી રહેતી તો તે આજે પણ કુંવારી હોત.

અનુપમા બાને કહેશે ચાર વાત
અનુપમા આ બંધુ સાંભળી બાને કહેવાનું શરૂ કરશે અને કહેશે કે તેમણે માત્ર પૈસાને યાદ રાખ્યા પરંતુ તેમના પ્રેમને નહીં. અનુપમા બાને કહેશે કે પિતા કોઈ નોટ છાપવાનું મશીન નથી પરંતુ માર્ગ બતાવનાર સહારો હોય છે. અનુપમા બાને કહશે કે તમારા મત મુજબ દરેક અમીર માણસ સારો પિતા અને દરેક ગરીબ એક ખરાબ પિતા હશે.

બાપુજીનું સ્વાભિમાન પાછું લાવશે અનુપમા
ગુસ્સામાં ફરી એકવાર બા બોલશે અને પોતાના જ ભાઈ સાથે ખરાબ વર્તન કરશે. એટલું જ નહીં બા કહેશે કે તેનો પતિ ભૂતકાળમાં પણ નિષ્ફળ હતો અને આજે પણ નિષ્ફળ રહ્યો છે. આગામી એપિસોડમાં તમે જોશો કે બાના કડવા શબ્દોથી બાપુજીને દુ:ખ થશે અને તેમને ખુબ જ આઘાત લાગશે. અનુપમા હવે બાપુજીનું ગુમાવેલું સન્માન પાછું લાવવાની વાત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news