67 વર્ષની ઉંમરે પણ આ ગુજરાતી જમાઈ છે 'રસિક', પ્રિયંકા ચોપડા સાથે અંતરંગ દ્રશ્યો મામલે થયો હતો વિવાદ

Annu Kapoor: 67 વર્ષની ઉંમરે પણ આ ગુજરાતી જમાઈએ ઈન્ટિમેટ સીન આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. પૌરુષપુર સીરીઝમાં પણ તેણે તેના કરતા ઘણા વર્ષો નાની અભિનેત્રી સાથે ઘણા અંતરંગ દ્રશ્યો શૂટ કર્યા છે. અન્નુ કપૂરની આ સીરીઝે હલચલ મચાવી દીધી હતી. જો કે એક સમયે ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ અનુ કપૂર સાથે આવા સીન કરવાની ના કહી હતી અને મોટો વિવાદ થયો હતો. 

67 વર્ષની ઉંમરે પણ આ ગુજરાતી જમાઈ છે 'રસિક', પ્રિયંકા ચોપડા સાથે અંતરંગ દ્રશ્યો મામલે થયો હતો વિવાદ

Annu Kapoor: એમપીના ભોપાલમાં 20 ફેબ્રુઆરી 1956ના રોજ જન્મેલા અન્નુ કપૂરે વર્ષ 1983માં ફિલ્મ 'મંડી'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી અન્નુ કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યો. ફિલ્મો ઉપરાંત અન્નુ કપૂર ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો પણ રહી ચૂક્યા છે. ઘણા સંઘર્ષ પછી પોતાની ઓળખ બનાવનાર અન્નુ કપૂરનું અંગત જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું હતું. શરૂઆતમાં તેઓ અભિનેતા નહીં પણ આઈએએસ બનવા માંગતા હતા. પરંતુ આર્થિક સંકડામણના કારણે તેઓ આ સપનાંને પૂર્ણ કરી શક્યા નહોતા. જીવનના સંઘર્ષના દિવસોમાં અનુ કપૂરે ચાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. આ ઉપરાંત તેમણે લોટરીની ટિકિટો વેચી હતી.

ટીવી પર આવતો મ્યુઝિકલ શો 'અંતાક્ષરી' ભાગ્યે જ કોઈએ જોયો નહીં હોય. અન્નુ કપૂર 'અંતાક્ષરી' શોને હોસ્ટ કરતા હતા. અન્નુએ વર્ષ 1983માં ફિલ્મ મંડીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ બોલિવૂડમાં તેને ફિલ્મ 'ઉત્સવ'થી ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે અન્નુને કોમિક રોલમાં બેસ્ટ પરફોર્મન્સ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 

અન્નુ કપૂરનું લગ્નજીવન

અન્નુ કપૂરની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. અન્નુ કપૂરે પ્રોફેશનલ મોરચે ઘણું નામ કમાવ્યું પરંતુ તેના લગ્ન જીવનમાં ઘણા વળાંકો આવ્યા. અન્નુ કપૂરની પત્ની અનુપમા અમેરિકન હતી, બંનેએ વર્ષ 1992માં લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષ પછી જ છૂટા થઈ ગયા હતા. તેમની પહેલી પત્ની અનુપમા યુએસની હતી અને અન્નુ કપૂરથી 13 વર્ષ નાની હતી. આ પછી અનુના જીવનમાં અરુણિતાનો પ્રવેશ થયો, બંનેએ લગ્ન કરી લીધા અને બંનેને એક પુત્રી પણ છે. પરંતુ અભિનેતા ફરીથી તેની પ્રથમ પત્ની અનુપમાના પ્રેમમાં પડ્યો. તે છૂપી રીતે અનુપમાને મળવા જતો હતો. પરંતુ થોડા સમય પછી, અન્નુની બીજી પત્ની અરુણિતાને તેના પર શંકા થવા લાગી અને ટૂંક સમયમાં જ તેની સામે સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. સત્ય જાણ્યા બાદ અરુણિતાએ અન્નુ કપૂરથી અલગ થવાનો નિર્ણય કર્યો. અન્નુએ 2005માં બીજા છૂટાછેડા પણ લીધા હતા. અરુણિતાથી અલગ થયાના થોડા સમય પછી, અન્નુએ 2008માં તેની પ્રથમ પત્ની અનુપમા સાથે ફરીથી લગ્ન કર્યા હતા

પ્રિયંકાએ પાડી હતી ચોખ્ખા 'ના'

અન્નુ કપૂરે સાત ખૂન માફ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના સાત પતિમાંથી એકની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટલીક એવી બાબતો હતી જે બાદમાં વિવાદોમાં આવી હતી. અન્નુ કપૂરે કહ્યું હતું કે પ્રિયંકા ચોપરાએ તેની સાથે ઈન્ટિમેટ સીન કરવાની ના પાડી દીધી છે. ત્યારે અન્નુએ આ વાતનું કારણ જણાવ્યું હતું કે તે ન તો દેખાવડો છે અને ન તો હીરો. જો તે હીરો હોત તો કદાચ પ્રિયંકાએ તેની સાથે ઈન્ટીમેટ સીન કર્યો હોત. આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો. જોકે, આ મામલે ક્યારેય પ્રિયંકા ચોપરા તરફથી જવાબ આવ્યો નથી. 

65 વર્ષની ઉંમરે નાની હિરોઈન સાથે થયા હતા ઈન્ટિમેટ

અન્નુ કપૂરે પોતાની કારકિર્દીમાં આટલા બોલ્ડ દ્રશ્યો ક્યારેય ફિલ્માવ્યા નથી જેટલા તેમણે આ એક સિરીઝ માટે કર્યા છે. ALT બાલાજીની પૌરુષપુર સીરીઝમાં પણ તેણે તેના કરતા ઘણા વર્ષો નાની અભિનેત્રી સાથે ઘણા અંતરંગ દ્રશ્યો શૂટ કર્યા છે. અન્નુની આ શ્રેણીએ તે સમયે હલચલ મચાવી હતી. આ દ્રશ્યો જોઈને અન્નુને ગંભીર અભિનેતા તરીકે જોવાનો ચાહકોનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો હતો. 65 વર્ષની ઉંમરમાં અન્નુ કપૂરના અચાનક આવા દ્રશ્યોએ બધાને ચોંકાવી દીધા હતા. આ એક સીરિઝે તેમની અંગત જિંદગીમાં પણ ઘણો બદલાવ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news