પતિ-પત્ની માટે આ 14 દિવસો હોય ખાસ, બાળક માટે આ દિવસોમાં ટ્રાય કરવાથી 100 ટકા મળશે Good News

Most Fertile Days: ઘણી વખત શારીરિક રીતે સ્વસ્થ હોવા છતાં પતિ-પત્ની મા- બાપ બની શકતા નથી. કારણ કે તેઓ માસિક ચક્ર અને ઓવ્યુલેશન પીરિયડ વિશે જાણતા નથી. આજે તમને એ સમય વિશે જણાવીએ જે ગર્ભધારણ માટે ખાસ હોય છે. આ સમય સાચવી લેવામાં આવે તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ 100 ટકા થઈ જાય છે.

પતિ-પત્ની માટે આ 14 દિવસો હોય ખાસ, બાળક માટે આ દિવસોમાં ટ્રાય કરવાથી 100 ટકા મળશે Good News

Most Fertile Days: દેશમાં ધીરે ધીરે ગર્ભાધાનમાં મહિલાઓને સમસ્યા આવી રહી છે.  એક સર્વે અનુસાર ભારતમાં જે મહિલાઓ માતા બનવા માંગે છે તેઓ ગર્ભધારણ માટે યોગ્ય સમય વિશે જાગૃત જ નથી. જેથી તેઓ સમયસર મા બની શકતી નથી. વાસ્તવમાં, ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં ઘણી સ્ત્રીઓ તેમના પીરિયડ્સના માસિક ચક્ર પર ધ્યાન આપતી નથી અને તેઓ ઓવ્યુલેશન પીરિયડ એટલે કે સ્ત્રીના ગર્ભાશયમાં ઇંડા બનવાના સમય વિશે પણ જાણતી નથી. આ સમય મા બનવા માટે હોય છે ખાસ આ સમય સાચવનાર ક્યારેય વંધ્યત્વનો સામનો કરતા નથી. 

ઘરમાં બાળકોની કિલકિલિરીયાં સૌનું સપનું હોય છે. મા-બાપ તો એમ જ ઈચ્છે કે ક્યારે દાદા દાદી બનીએ અને જીવીએ ત્યાં સુધી પૌત્ર કે પૌત્રીને પોતાના હાથે રમાડી લઈએ. લગ્ન પછી દરેક પતિ-પત્ની ઈચ્છે છે કે તેમના બાળકનું હાસ્ય તેમના ઘરમાં ગુંજતું રહે. પરંતુ ઘણી વખત શારીરિક રીતે સ્વસ્થ હોવા છતાં પતિ-પત્ની મા- બાપ બની શકતા નથી. જેથી કંટાળીને આખરે તેઓ આઈવીએફ તરફ વળે છે, જેમાં ઘણો ખર્ચ કરવો પડે છે. ઘણી વખત આ કારણોસર પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. જેથી દરેક કપલ ઈચ્છે છે કે લગ્ન બાદ તેઓ માતા પિતા બની જાય.

આ સૌથી મોટી સમસ્યા છે...

શા માટે શારીરિક રીતે સ્વસ્થ હોવા છતાં પતિ-પત્ની બાળકને જન્મ આપી શકતા નથી? જ્યારે આ અંગે ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે જ્યારે પણ પતિ-પત્ની તેમની પાસે આવે છે અને તેઓ શારીરિક રીતે સ્વસ્થ હોય છે અને હજુ પણ બાળકને જન્મ આપી શકતા નથી તો અમારો પહેલો સવાલ હોય છે કે  શું તેઓએ ઓવ્યુલેશન સમયે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ સમયે મોટાભાગના લોકો ઓવ્યુલેશન શું છે તે જાણતા નથી. તો ચાલો આ અહેવાલમાં તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

ઓવ્યુલેશન શું છે?

તમને આ જાણવું જરૂરી છે કે, મહિલાઓમાં પીરિયડ સાઇકલ 28 થી 30 દિવસની હોય છે. વચ્ચેના સમયને ઓવ્યુલેશન કહેવામાં આવે છે. આ સમય ગર્ભધારણ માટે યોગ્ય સમય માનવામાં આવે છે. આ પીરિયડ્સના 14 દિવસ છે, આ દિવસો સૌથી ફળદ્રુપ છે. સ્ત્રીના અંડાશયમાંથી ઇંડા છોડવાની પ્રક્રિયાને તબીબી ભાષામાં ઓવ્યુલેશન કહે છે. ઇંડાના નિર્માણના પાંચ દિવસ પહેલા અને એક દિવસ પછીના સમયને ફળદ્રુપ સમયગાળો અથવા ઓવ્યુલેશન સમયગાળો કહેવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન પતિ-પત્ની સંભોગ કરે છે, તો ગર્ભાવસ્થાની શક્યતા 100 ટકા વધી જાય છે. આ પછી પણ જો પ્રેગ્નન્સી ન થાય તો માત્ર ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે આ સમયે શારીરીક સંબંધો બાંધવાથી 100 ટકા પ્રેગન્સીના ચાન્સ હોય છે. જો તમે આ પ્રક્રિયાને ફોલો કરો છો છતાં પણ મા બની શકતા નથી તો તમારે ડોક્ટરનો સંપર્ક કરી રિપોર્ટ કરાવવા જોઈએ.

પીરિયડ્સની તારીખથી 14 દિવસ અગત્યના

મહિલાઓ માટે સૌથી પહેલી સલાહ એ છે કે હંમેશા તેમના પીરિયડ્સ શરૂ થવાની તારીખ નોંધે તે જરૂરી છે. પીરિયડ્સની તારીખથી 14 દિવસ પ્રેગ્નન્સી માટે સૌથી મહત્ત્વના હોય છે. ચોક્કસપણે, આ સમયે પતિ-પત્ની અથવા જેઓ આ વાતથી વાકેફ હોય છે, તેમને ક્યારેય ગર્ભધારણ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ સમયે બાંધેલા શારીરિક સંબંધો મને માબાપ બનવાનું સુખ આપે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news