Zee Rishtey Awards 2020: અંકિતા લોખંડેએ અર્ચના બનીને સુશાંત સિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

ગત રાતે ઝી રિશ્તે એવોર્ડ્સ 2020(Zee Rishtey Awards 2020)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં ટીવીના અનેક સિતારાઓએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, શ્રૃતિ ઝા, શ્રદ્ધા આર્યા, જૂહી પરમાર, કૃષ્ણા કૌલ, અને ઉર્વશી ઢોલકિયા જેવા સિતારાઓ સામેલ છે. પરંતુ જ્યારે રેડ કાર્પેરટ પર ટીવી સ્ટાર અંકિતા લોખંડે(Ankita Lokhande)એ એન્ટ્રી કરી તો દરેક જણના જાણે શ્વાસ થંભી ગયા હતા. ઝી  રિશ્તે એવોર્ડ્સ 2020માં અંકિતા લોખંડેએ પોતાના એક્સ બોયફ્રેન્ડ અને કોસ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ટ્રિબ્યુટ આપી હતી. આ દરમિયાન અંકિતા લોખંડે પવિત્ર રિશ્તાની અર્ચના બનીને માનવને યાદ કરતી જોવા મળી. 
Zee Rishtey Awards 2020: અંકિતા લોખંડેએ અર્ચના બનીને સુશાંત સિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

મુંબઈ: ગત રાતે ઝી રિશ્તે એવોર્ડ્સ 2020(Zee Rishtey Awards 2020)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં ટીવીના અનેક સિતારાઓએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, શ્રૃતિ ઝા, શ્રદ્ધા આર્યા, જૂહી પરમાર, કૃષ્ણા કૌલ, અને ઉર્વશી ઢોલકિયા જેવા સિતારાઓ સામેલ છે. પરંતુ જ્યારે રેડ કાર્પેરટ પર ટીવી સ્ટાર અંકિતા લોખંડે(Ankita Lokhande)એ એન્ટ્રી કરી તો દરેક જણના જાણે શ્વાસ થંભી ગયા હતા. ઝી  રિશ્તે એવોર્ડ્સ 2020માં અંકિતા લોખંડેએ પોતાના એક્સ બોયફ્રેન્ડ અને કોસ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ટ્રિબ્યુટ આપી હતી. આ દરમિયાન અંકિતા લોખંડે પવિત્ર રિશ્તાની અર્ચના બનીને માનવને યાદ કરતી જોવા મળી. 

ઝી રિશ્તે એવોર્ડ્સ 2020માં અંકિતા લોખંડેએ ખુબ શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું. વીડિયોમાં યલો સાડી પહેરેલી અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તાના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કર્યો. સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેના આ  ટ્રિબ્યુટનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અંકિતા લોખંડેને અર્ચના તરીકે જોઈને ફેન્સ ફરી એકવાર માનવને યાદ કરવા લાગ્યા છે. 

ફેન્સ છેલ્લા કેટલાક સમયથી અંકિતા લોખંડેના આ સ્પેશિયલ ટ્રિબ્યુટની રાહ જોઈ રહ્યા હતા. અંકિતા લોખંડેના આ ટ્રિબ્યુટને જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે. ફેન્સનું માનવું છે કે ભલે સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કરી દીધી પરંતુ તે માનવ બનીને હંમેશા લોકોના હ્રદયમાં જીવિત રહેશે. 

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને અંકિતા લોખંડે પણ જૂની યાદોમાં ખોવાઈ ગઈ. એટલે કે અંકિતાએ પોતાના આ પરફોર્મન્સને ખાસ ગણાવ્યું. રેડ કાર્પેટ પર મીડિયા સાથે વાત કરતા અંકિતાએ કહ્યું કે 'આ વખતે કઈંક  ખાસ છે જે અમારા ફેન્સ માટે છે. સુશાંત સિંહ રાજપૂતના તમામ ફેન્સને હું આ ભેટ આપવા માંગુ છું. મને ખબર છે કે લોકો સુશાંત સિંહ રાજપૂતને ખુબ પ્રેમ કરે છે. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ માટે મારી આ એક નાનકડી કોશિશ છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news