અંકિતાએ જેવો લગ્નનો નિર્ણય લીધો કે બોયફ્રેન્ડે આપી જબરસ્ત ગિફ્ટ, જેવીતેવી હિરોઇનો તો બળીને થઈ જશે રાખ

એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. તે અને વિક્કી જૈન છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે અને હવે તેમણે લગ્ન કરી લેવાનો નિર્ણય લઈ લીધો છે.

અંકિતાએ જેવો લગ્નનો નિર્ણય લીધો કે બોયફ્રેન્ડે આપી જબરસ્ત ગિફ્ટ, જેવીતેવી હિરોઇનો તો બળીને થઈ જશે રાખ

મુંબઈ : એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. તે અને વિક્કી જૈન છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે અને હવે તેમણે લગ્ન કરી લેવાનો નિર્ણય લઈ લીધો છે. લગ્ન આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં થઈ શકે છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આ કપલે 8 BHKનો એક ફ્લેટ ખરીદ્યો છે. જે અપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે તેનું કામકાજ ચાલી રહ્યું છે.

મણિકર્ણિકામાં ઝલકારી બાઈનો રોલ કરીને બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર અંકિતા લોખંડેએ થોડા સમય પહેલાં ચાલી રહેલી ચર્ચા વિશે સ્પષ્ટતા કરી છે. DNAને આપેલા ઇન્ટરવ્યૂમાં અંકિતાએ કહ્યું હતું કે ''નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો મારો કોઈ ઇરાદો નથી. અત્યારે મારું ધ્યાન મારી કરિયરમાં કેન્દ્રિત થયેલું છે. મારા પર પરિવારનું કોઈ દબાણ નથી. મેં મારી કરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. હું ભવિષ્યમાં જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે મારું કામ ચાલું જ રાખીશ.''

હાલમાં અંકિતાના જીવનમાં ફરીથી ખુશીનું સામ્રાજય છવાઈ ગયું છે. નોંધનીય છે કે અંકિતા આ પહેલાં અનેક વર્ષો સુધી ટીવી સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી. આ બંને લગ્ન કરવાના છે એવા સમાચાર આવી રહ્યા હતા પણ આખરે બંને અલગ થઈ ગયા હતા. વિક્કી જૈન મૂળ બિલાસપુરનો બિઝનેસમેન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news