ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ... અમિતાભ બોલ્યા- ખોટું, બેજવાબદાર, બનાવટી અને ગંભીર જૂઠાણું છે
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે. પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે.
Trending Photos
મુંબઈઃ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે બિગ બીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, અને બે-ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે.
અમિતાભ બચ્ચન આ સમયે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અફવા હતી કે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ બે-ત્રણ દિવસમાં બિગ બી ઘરે પરત ફરી શકે છે. પરંતુ બિગ બીએ ટ્વીટ કરીને લખ્યુ- આ ખોટું, બેજવાબદાર, બનાવટી અને ગંભીર જૂઠાણું છે.
This news is incorrect, irresponsible, fake and an incorrigible lie: Actor Amitabh Bachchan on reports of him testing negative for #COVID19.
The actor was admitted to Mumbai's Nanavati Hospital on July 11 after testing positive for the virus. pic.twitter.com/LgU4G1uW7e
— ANI (@ANI) July 23, 2020
બિગ બીને 11 જુલાઈએ થયો હતો કોરોના
મહત્વનું છે કે 11 જુલાઈએ મોડી રાત્રે અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેકની સાથે મુંબઈની નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે અભિષેકને હળવો તાપ હતો અને અમિતાભને શ્વાસ લેવામાં સમસ્યા હતી. બંન્નેનો કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બંન્નેને દાખલ કરવામાં આવ્યા હતા.
T 3600 - In these times of trial .. the entire day is filled with your love and care .. and I can only express what best I can from here .. my immense gratitude .. pic.twitter.com/7ZbZauBmQG
— Amitabh Bachchan (@SrBachchan) July 20, 2020
આ બંન્ને બાદ 12 જુલાઈએ અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. પહેલા થોડા દિવસ હોમ આઇસોલેશનમાં રાખ્યા કારણ કે બંન્નેમાં લક્ષણ નહતા. ત્યારબાદ હળવા લક્ષણો જણાતા એશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતના દુશ્મનોને ગળે લગાડી રહ્યાં છે બોલિવુડ સ્ટાર્સ, આ તસવીરથી થયો મોટો ખુલાસો
અમિતાભ બચ્ચન સતત ટ્વીટરની મદદથી પોતાના ફેન્સ સાથે જોડાયેલા છે અને દુવા કરવા માટે તેમનો આભાર માની રહ્યાં છે. ફેન્સ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર જલદી સાજા થાય તે માટે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે