Gadar 2 Teaser: 22 વર્ષ પછી જમાઈ બની પાકિસ્તાનને ધ્રુજાવશે સની દેઓલ, ગદર 2નું દમદાર ટીઝર રિલીઝ

Gadar 2 Teaser: આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર દમદાર ડાયલોગ અને એક્શનથી ભરપૂર છે. 

Gadar 2 Teaser: 22 વર્ષ પછી જમાઈ બની પાકિસ્તાનને ધ્રુજાવશે સની દેઓલ, ગદર 2નું દમદાર ટીઝર રિલીઝ

Gadar 2 Teaser: 22 વર્ષ પછી પાકિસ્તાનનો જમાઈ બનીને તારા સિંહ પરત ફર્યો છે. પરંતુ આ વખતે વધારે જુસ્સા સાથે તારા સિંહે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો છે. જેનાથી પાકિસ્તાનમાં ખડભડાટ મચી જશે. ગદર ટુનું એક ટીઝર અમીશા પટેલે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે જેને જોઈને આ વાત ખબર પડી જાય છે.

આ પણ વાંચો:

ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર દમદાર ડાયલોગ અને એક્શનથી ભરપૂર છે. ખાસ કરીને લોકોને એક ડાયલોગ ખૂબ જ પસંદ પડ્યો છે જેમાં તારા સિંહ માટે કહેવાયું છે કે, "તે પાકિસ્તાનનો જમાઈ છે, તેને તિલક કરી નાળિયેર આપો. નહીં તો આ વખતે તે દહેજમાં લાહોરને લઈ જશે... " આ ડાયલોગ બાદ સની દેઓલની એન્ટ્રી થાય છે.

ગદર 2 ફિલ્મ અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના મુખ્ય કલાકારો સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. આ ઉત્કર્ષ એ જ છે જેણે ગદરમાં તારા સિંહ અને સકીનાના દીકરાનો રોલ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news