સામે આવ્યું 'ગલી બોય'નું પ્રથમ પોસ્ટર, જોવા ન મળ્યો બોલીવુડનો 'સિંબા' રણવીર સિંહ

રણવીર સિંહ ગત અઠવાડિયે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ''સિંબા' લઇને ચર્ચામાં છે. તો આ દરમિયાન તેમની આગામી ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ સામે આવ્યું છે. રણવીરના ફેન્સ તેમની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે. એવામાં ''ગલી બોય''ને લઇને તેમના ચાહકોના મનમાં ખૂબ એક્સાઇમેંટ હતી. પરંતુ આ પોસ્ટર રિલીઝે રણવીરના ચાહકો માટે એક્સાઇમેંટ અને સસ્પેંસ ઓછું કરવાના બદલે વધારી દીધું છે. 
સામે આવ્યું 'ગલી બોય'નું પ્રથમ પોસ્ટર, જોવા ન મળ્યો બોલીવુડનો 'સિંબા' રણવીર સિંહ

નવી દિલ્હી: રણવીર સિંહ ગત અઠવાડિયે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ''સિંબા' લઇને ચર્ચામાં છે. તો આ દરમિયાન તેમની આગામી ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ સામે આવ્યું છે. રણવીરના ફેન્સ તેમની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે. એવામાં ''ગલી બોય''ને લઇને તેમના ચાહકોના મનમાં ખૂબ એક્સાઇમેંટ હતી. પરંતુ આ પોસ્ટર રિલીઝે રણવીરના ચાહકો માટે એક્સાઇમેંટ અને સસ્પેંસ ઓછું કરવાના બદલે વધારી દીધું છે. 

આ ફિલ્મમાં રણવીરના લુક્સને લઇને ખૂબ સસ્પેંસ છે. કારણ કે તેમાં રણવીર એક રેપરના પાત્રમાં જોવા મળશે તો રેપર અનુસાર તેમનો અંદાજ ફંકી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું રહ્યું હતું. પરંતુ ફિલ્મના પહેલા પોસ્ટરમાં ફક્ત રણવીરના ખભો પાછળથી જોવા મળી રહ્યો છે. 
 
નવા વર્ષમાં ટ્રેડએનાલિસ્ટ તરૂણ આદર્શે આ પોસ્ટરને પોતાના સોશિયલ મીડિયા વોલ પર સનસની ફેલાવી દીધી. ''સિંબા''ના ફેન્સે આ પોસ્ટરને વખાણ્યું અને જોત જોતામાં આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું.  

આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એટલા માટે ખાસ છે કે તેમાં પહેલીવાર આલિયા અને રણવીર સિંહ પડદા પર એકસાથે જોવા મળશે. ડાયરેક્ટર જોયા અખ્તર નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 'ગલી બોલ'નું પ્રથમ પોસ્ટર રિલિજ કરવામાં આવ્યું છે. 

ફોટો સાભાર: ટ્વિટર@Taranadarsh

અસલ કહાની પર છે આધારિત
ફિલ્મની કહાની વિશે વાત કરીએ તો થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે આ એક રેપરના જીવન પર આધારિત કહાની હશે. મુંબઇ પાસે રેપર નાવેદ શેખની કહાની પર આધારિત હોવાના સમાચાર બાદ જ રણવીરના લુક્સને લઇને ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.

ફોટો સાભાર: ટ્વિટર@IyanAmjad

વધુ એક પોસ્ટર પણ વાયરલ
આ પોસ્ટરમાં રણવીરનો સુંદર ફોટો જોવા મળી રહ્યો છે. બસ એક હુડી પહેલાં પાછળથી ઉગતો સૂરજ જોતો એક છોકરો પાછળથી જોવા મળી રહ્યો છે. પરંતુ ઓફિશિયલ સાઇટ્સ પર ભલે રણવીરના લુકને લઇને સસ્પેંસ યથાવત હોય તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા પેજ પર 'ગલી બોય'ના ઓફિશિયલ પોસ્ટરમાં જોવા મળતા હુડીમાં રણવીરના કેટલાક ફોટા જોવા મળે છે. આ ફોટા પણ ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

ફોટો સાભાર: ટ્વિટર @IyanAmjad

તમને જણાવી દઇએ કે ફિલ્મની શૂટિંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પહેલાં પણ વાયરલ થઇ ચૂક્યા છે. આ ફિલ્મ બાદ આલિયા અને રણબીર કરણ જોહરની બિગ-બજેટ પીરિયડ ડ્રામા 'તખ્ત' માં સાથે જોવા મળશે. પોસ્ટર પર ટેગ લાઇન છે. 'અપના ટાઇમ આયેગા' જે ફિલ્મની સ્ટ્રગલવાળી સ્ટોરીની હિંટ આપે છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019માં રિલિજ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news