PM મોદીનો 'બ્લોકબસ્ટર' ઈન્ટરવ્યૂ: પહેલીવાર ઉર્જિત પટેલના રાજીનામાનો કર્યો ખુલાસો

દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ નવા વર્ષે 2019ના પ્રથમ દિવસે ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂં સમાચાર એજન્સી ANI ને આપ્યો છે. 95 મિનિટનો આ ઈન્ટરવ્યૂ છે. ઈન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમાં આરબીઆઇ વર્સીસ સરકાર, નોટબંધી, સર્જીકલ સ્ટ્રાઇક, ખેડૂતોના દેવામાફી અને ચૂંટણીને લઇની સીધી વાત રજૂ કરી હતી. 

PM મોદીનો 'બ્લોકબસ્ટર' ઈન્ટરવ્યૂ: પહેલીવાર ઉર્જિત પટેલના રાજીનામાનો કર્યો ખુલાસો

નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ નવા વર્ષે 2019ના પ્રથમ દિવસે ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂં સમાચાર એજન્સી ANI ને આપ્યો છે. 95 મિનિટનો આ ઈન્ટરવ્યૂ છે. ઈન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમાં આરબીઆઇ વર્સીસ સરકાર, નોટબંધી, સર્જીકલ સ્ટ્રાઇક, ખેડૂતોના દેવામાફી અને ચૂંટણીને લઇની સીધી વાત રજૂ કરી હતી. પીએમ મોદીના પોતાના ઈન્ટરવ્યૂમાં આ વાતનો પણ ખુલાસો કર્યો કે આરબીઆઇ ગર્વનર પદેથી ઉર્જિત પટેલે કેમ રાજીનામું આપ્યું. પીએમ મોદીના અનુસાર 'આરબીઆઇના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલે પોતે રાજીનામાની માંગ કરી હતી.'  

ઉર્જિતે કરી રાજીનામી માંગ
પીએમ મોદીએ એએનઆઇને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આરબીઆઇ ગર્વનર પદેથી ઉર્જિત પટેલના રાજીનામા પ્રશ્ન પર કહ્યું કે તેમણે અંગત કારણોસર પદ છોડવાની રજૂઆત કરી રહી. હું પહેલીવાર આ ખુલાસો કરી રહ્યો છું કે તેમણે મને 6-7 મહિના પહેલાં રાજીનામું આપવા માટે કહ્યું હતું. તેમણે આ વાત લેખિતમાં પણ આપી હતી. રાજકીય દવાણનો તો સવાલ ઉદભવતો જ નથી. તેમણે ગર્વનરના રૂપમાં સારું કામ કર્યું. 

નોટબંધી પર પીએમને કહ્યું
નોટબંધીના મુદ્દે પીએમ મોદી નરેંદ્ર મોદીએ કહ્યું કે ''નોટબંધી જનતા માટે આંચકો નહી. આ અચાનક લેવામાં આવેલો નિર્ણય ન હતો. એએનઆઇને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે અમે એક વર્ષ પહેલાં જ લોકોને ચેતવી દીધા હતા કે જો તમારી પાસે એવા પૈસા (કાળા નાણા) છે તો જમા કરાવી દો, પેનલ્ટી આપો અને તમારી મદદ કરવામાં આવશે. જોકે તેમણે વિચાર્યું કે મોદી બાકી લોકોની માફક જ કામ કરશે એટલા માટે ઓછા લોકો પોતાની મરજીથી આગળ આવ્યા. 

સર્જિકલ સ્ટ્રાઇક પર બોલ્યા મોદી
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક પર કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક મોટું જોખમ હતું અને તે જવાનોની સુરક્ષાને લઇને વધુ ચિતિંત હતા. સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાન સતત બોર્ડર પર ફાયરિંગ કરી રહ્યું છે. એક લડાઇથી પાકિસ્તાન સુધરી જશે, આ વિચારવું મોટી ભૂલ છે. પાકિસ્તાનને સુધારવામાં થોડો સમય લાગશે. 

ચૂંટણીમાં હાર મુદ્દે મોદીએ કહ્યું
2018માં ત્રણ રાજ્યોમાં મળેલી હાર પર પીએમ મોદીએ કહ્યું ''ચૂંટણી ઘણા પાસાઓને સમેટી લે છે. આયુષ્માન ભારત યોજનામાં ગરીબને 5 લાખ સુધી સારવાર મફત મળી શકે છે. મારા માટે આ ખૂબ સંતોષજનક છે. ભારત અનેક ઉંચાઇઓને પાર કરે છે. તેલંગાણા અને મિઝોરમમાં ભાજપને સત્તા મળવાની આશા ન હતી. છત્તીસગઢમાં જરૂર પરિણામ સ્પષ્ટ આવ્યું પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખંડિત જનાદેશ મળ્યો. અમે અમારી હારની સમીક્ષા કરી રહ્યા છીએ. સત્તા-વિરોધી લહેર 15 વર્ષનું કારણ રહ્યું. હરિયાણાની સ્થાનિક ચૂંટણીમાં અમને જીત મળી છે.''

કોંગ્રેસ પર તાક્યું તીર
કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે 'જે ચાર પેઢીઓથી દેશ ચલાવી રહ્યા છે, તે આજે જામીન પર છે. પરિવાર દરબારી જામીનનું સત્ય છુપારી રહ્યા છે.' કોંગ્રેસ મુક્ત ભારતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે ''મેં પહેલાં પર વિસ્તારપૂર્વક હ્યું છે. કોંગ્રેસના લોકો કહે છે કે કોંગ્રેસ એક વિચાર છે. કોંગ્રેસી કલ્ચરમાં જાતિવાદ, ભાઇ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર સામેલ છે. હું જ્યારે કોંગ્રેસ મુક્ત ભારત કહ્યું છું તો તેનો અર્થ આ બધામાંથી મુક્તિ અપાવવાનો છે. કોંગ્રેસને પણ આનાથી દૂર થવું પડશે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news