VIDEO: રિલીઝ થયું 'ગુડ ન્યૂઝ'નું Trailer! અક્ષય-કરીનાની જોડીએ જીત્યું દિલ

મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' નું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં બેબી બંપ વચ્ચે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને જોયા બાદ લોકોને આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇવાઇ રહી હતી. થોડા દિવસો અગાઉ દમદાર પોસ્ટર્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી તો બીજી તરફ ધમાકેદાર ટ્રેલર લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દીધા છે. 

VIDEO: રિલીઝ થયું 'ગુડ ન્યૂઝ'નું Trailer! અક્ષય-કરીનાની જોડીએ જીત્યું દિલ

નવી દિલ્હી; મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' નું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં બેબી બંપ વચ્ચે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને જોયા બાદ લોકોને આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇવાઇ રહી હતી. થોડા દિવસો અગાઉ દમદાર પોસ્ટર્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી તો બીજી તરફ ધમાકેદાર ટ્રેલર લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દીધા છે. 

અક્ષય કુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની જોડીવાળી આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું ટ્રેલર એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેમાં દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયારા અડવાણી (Kiara Advani) ની કોમિક કેમિસ્ટ્રી પણ જોરદાર છે. જુઓ આ ટ્રેલર...

આ ટ્રેલર સામે આવ્યાના લગભગ એક કલાક પહેલાં જ ટ્વિટર પર #GoodNewwzTrailer ટ્રેંડ કરવા લાગ્યો હતો. તો બીજી તરફ હવે તે સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શરૂ થઇ ગયું છે. ફિલ્મ આ વર્ષના અંતમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. તો આ ફિલ્મનું ટ્રેલર લોકોને હસાવી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં અક્ષય અને કરીના કપૂર એવા વિવાદિત કપલની ભૂમિકામાં જોવા મળશે, જે બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર બની છે. તો બીજી તરફ રાજ મહેતા ડાયરેક્ટર તરીકે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહ્યા છે. હીરૂ જૌહર, અરૂણા ભાટીયા, કરણ જોહર, અપૂર્વા મહેતા અને શશાંક ખેતાને આ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા છે અને ધર્મા પ્રોડક્શન હાઉસ અને ઝી સ્ટૂડિયોના બેનર હેઠળ બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news