આ શું કરીના કપૂરના પાસે આવી 'Good News'! અક્ષય કુમાર અને દિલજીત દોસાંજ પણ છે ખુશ

અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેંડલ પર પોતાના ફેન્સ સાથે 'ગુડ ન્યૂઝ' શેર કરતાં લખ્યું, 'અમારી ફિલ્મનું નામ 'ગુડ ન્યૂઝ' છે અને આ ન્યૂઝને હું તમારી સાથે શેર રહી રહ્યો છું.

આ શું કરીના કપૂરના પાસે આવી 'Good News'! અક્ષય કુમાર અને દિલજીત દોસાંજ પણ છે ખુશ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને અભિનેત્રી કરીના કપૂર ફરી એકવાર મોટા પડદા પર સાથે નજર આવશે. છેલ્લે ફિલ્મ 'ગબ્બર ઇઝ બેક'માં જોવા મળેલી આ જોડી ફરી એકવાર મોટા પડદા પર સાથે આવવાની છે. ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન કરવામાં આવશે. અક્ષય કુમાર અને કરીના કપૂરની આ ફિલ્મનું નામ 'ગુડ ન્યૂઝ' છે. 

તમને જણાવી દઇએ કે અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેંડલ પર પોતાના ફેન્સ સાથે 'ગુડ ન્યૂઝ' શેર કરતાં લખ્યું, 'અમારી ફિલ્મનું નામ 'ગુડ ન્યૂઝ' છે અને આ ન્યૂઝને હું તમારી સાથે શેર રહી રહ્યો છું. આ એક ડ્રામેડી છે. આ સાથે જ તેમણે ફિલ્મની રિલીઝ ડેટ પર શેર કરી. આ ફિલ્મ 19 જુલાઇ 2019ના રોજ રિલીજ થઇ જશે. 

— Akshay Kumar (@akshaykumar) August 2, 2018

તો બીજી તરફ એ પણ જણાવી દઇએ કે ફિલ્મમાં પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ અને કિયારા આડવાણી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહરે ફિલ્મની કાસ્ટની જાણકારી આપતાં સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કરતાં લખ્યું 'અને આ રહી 'ગુડ ન્યૂઝ! ફિલ્મમાં તમને અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંજ અને કિયારા આડવાણી જેવા શાનદાર કલાકાર જોવા મળશે. આ ફિલ્મથી રાજ મેહત ડાયરેક્ટર ડેબ્યૂ કરી રહ્યા છે. 

— Karan Johar (@karanjohar) August 2, 2018

આ છે ફિલ્મની કહાની
ફિલ્મની કહાની અક્ષય કુમાર અને કરીના કપૂરના પાત્રની આસપાસ ફરતી રહેશે. બંને એક પરણિત જોડાની ભૂમિકામાં જોવા મળશે જે એક બેબી પ્લાન કરી રહ્યા છે. તો બીજી તરફ દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી એક પંજાબી જોડીના રૂપમાં અક્ષય અને કિયારાની જીંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં જોવા મળશે. 

તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને કરીના કપૂર 'અજનબી', 'કમબખ્ત ઇશ્ક', 'ટશન' અને 'બેવફા' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો બીજી તરફ દિલજીતની સાથે ફિલ્મ ઉડતા પંજાબમાં જોવા મળી હતી. જોકે એવું પહેલીવાર છે જ્યારે અક્ષય કુમાર અને દિલજીત પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news