અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું નિધન, અભિનેતાએ ફોટો શેર કરી કહ્યું- પરિવાર તૂટી ગયો


Ajay Devgn Brother Anil Devgan Untimely Demise: ​​​​અજયના ટ્વીટ પર ફેન્સ પણ તેમના ભાઈના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. આ સિવાય અભિષેક બચ્ચન, બોની કપૂર, ડાયરેક્ટર મુકેશ છાબડા સહિત ઘણા સેલિબ્રિટીઓએ શ્રદ્ધાંજલિ આપી છે. 
 

અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું નિધન, અભિનેતાએ ફોટો શેર કરી કહ્યું- પરિવાર તૂટી ગયો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું સોમવારે રાત્રે નિધન થઈ ગયુ છે. તેમના અચાનક નિધનથી દેવગન પરિવારમાં દુખનો માહોલ છે. આ વાતની જાણકારી ખુદ અજયે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. 

અજયે પોતાના ભાઈની એક તસવીર શેર કરી છે. આ સાથે તેમણે લખ્યુ- મેં કાલે રાત્રે પોતાના ભાઈ અનિલ દેવગનને ગુમાવી દીધો. તેમના અચાનક નિધને અમારા પરિવારને તોડી દીધો છે. 

મહામારીને કારણે પ્રાર્થના સભા નહીં
અજયે આગળ લખ્યુ- પરિવાર અને હું તેની હાજરીને યાદ કરીશું. તેમની આત્મા માટે પ્રાર્થના કરો. મહામારીને કારણે અમે પર્સનલ પ્રેયર મીટ નહીં રાખીએ. 

— Ajay Devgn (@ajaydevgn) October 6, 2020

સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ
હવે અજયના ટ્વીટ પર ફેન્સ પણ તેમના ભાઈના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. આ સિવાય અભિષેક બચ્ચન, બોની કપૂર, ડાયરેક્ટર મુકેશ છાબડા સહિત ઘણા સેલિબ્રિટીઓએ શ્રદ્ધાંજલિ આપી છે. 

સિનેમા અને મલ્ટીપ્લેક્સ માટે ગાઇડલાઇન જાહેર, ફિલ્મ જોવા આ નિયમોનું કરવું પડશે પાલન  

અનિલે 1996મા આવેલી સની દેઓલ, સલમાન ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ જીતથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ અજયની ફિલ્મો જાન, પ્યાર તો હોના હી થા, ઈતિહાસ અને હિન્દુસ્તાનની કસમમાં અનિલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news