બિહાર ચૂંટણીઃ NDAમા સીટ વહેંચણીની જાહેરાત, JDU-122 તો ભાજપ 121 સીટો પર લડશે ચૂંટણી

ભારતીય જનતા પાર્ટીને 121 સીટો મળી છે. ભાજપ પોતાના કોટામાંથી મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટીને સાત સીટ આપશે. 

બિહાર ચૂંટણીઃ NDAમા સીટ વહેંચણીની જાહેરાત, JDU-122 તો ભાજપ 121 સીટો પર લડશે ચૂંટણી

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમા સીટોની વહેંચણી થઈ ગઈ છે. 243 સીટો વાળી બિહાર વિધાનસભામાં જેડીયૂને 122 સીટો મળી છે, તેમાંથી જેડીયૂ જીતનરામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોર્ચાને 7 સીટ આપશે, આ રીતે જેડીયૂ 115 સીટો પર ચૂંટણી લડશે. 

ભારતીય જનતા પાર્ટીને 121 સીટો મળી છે. ભાજપ પોતાના કોટામાંથી મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટીને સાત સીટ આપશે. આજે પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીટોની વહેંચણીની જાહેરાત કરી છે. 

— ANI (@ANI) October 6, 2020

આ જરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યુ કે, નીતીશ કુમારના નેતૃત્વમાં જ ભાજપ ચૂંટણી લડશે અને સરકાર બનાવશે. તેમાં કોઈ પ્રકારની શંકાને સ્થાન નથી. 

આ પહેલા સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર બિહાર કોર કમિટીની બેઠક યોજાઇ હતી. ભાજપ બિહાર કોર કમિટીની બેઠકમાં ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી અને રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર સિંહ યાદવ સામેલ થયા હતા. 

Bihar Election 2020: ચૂંટણી પહેલા  BJPને મોટો ઝટકો, પાર્ટી ઉપાધ્યક્ષ એલજેપીમાં સામેલ  

2010મા સાથે લડ્યા હતા ચૂંટણી
આ પહેલા ભાજપ અને જેડીયૂએ 2010ની વિધાનસભા ચૂંટણી સાથે લડી હતી. ત્યારે જેડીયૂ 141 અને ભાજપે 102 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં જેડીયૂએ 115 તો ભાજપે 91 સીટ પર વિજય મેળવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news