Box Office Clash on Diwali: દિવાળી પર એક સાથે રિલીઝ થશે 4 ફિલ્મો, અક્ષય, અજય, સલમાન અને કાર્તિક વચ્ચે થશે ટક્કર

Salman Khan instaram: આવતા વર્ષે દિવાળી પર એક-બે નહીં પરંતુ બોલિવૂડના ચાર કલાકારો બોક્સ ઓફિસ પર એકબીજા સાથે ટકરાશે. ખાસ વાત એ છે કે આ ચાર ફિલ્મો એવી છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાણો કઈ છે આ ચાર ફિલ્મો અને કોણ છે આ ફિલ્મમાં મુખ્ય કલાકારો.

Box Office Clash on Diwali: દિવાળી પર એક સાથે રિલીઝ થશે 4 ફિલ્મો, અક્ષય, અજય, સલમાન અને કાર્તિક વચ્ચે થશે ટક્કર

4 Big Budget Film to Release in Diwali: વર્ષ 2023ની શરૂઆતમાં શાહરૂખ ખાનની  (Pathaan) ફિલ્મે જબરદસ્ત કલેક્શનથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. પરંતુ કેટલાક સમયથી કોઈ મોટી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ લાંબા બ્રેક બાદ હવે બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ વર્ષ 2024 માટે દિવાળી બુક કરી લીધી છે. આવતા વર્ષે દિવાળી પર એક-બે નહીં પરંતુ બોલિવૂડના ચાર કલાકારો બોક્સ ઓફિસ પર એકબીજા સાથે ટકરાશે. ખાસ વાત એ છે કે આ ચાર ફિલ્મો એવી છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાણો કઈ છે આ ચાર ફિલ્મો અને કોણ છે આ ફિલ્મમાં મુખ્ય કલાકારો.

સિંઘમ અગેઇન
ફિલ્મ 'સિંઘમ'ના નિર્માતાઓએ 'સિંઘમ અગેન'  (Singham Again) ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી 2024 પર રિલીઝ થશે. આ વખતે આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn)સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone)જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરશે. જો સમાચારનું માનીએ તો રોહિત શેટ્ટીની  (Rohit Shetty) ફિલ્મોમાં જોવા મળેલ પોલીસ એક્ટર પણ આ ફિલ્મમાં જોવા મળશે.

પ્રેમ કી શાદી
સૂરજ બડજાત્યાએ સલમાન ખાન (Salman Khan) સાથેની તેની આગામી ફિલ્મ 'પ્રેમ કી શાદી'ની (Prem Ki Shaadi)જાહેરાત કરી છે. આ ફિલ્મ પણ આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં રિલીઝ થશે. આ ફિલ્મની જાહેરાત બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જોકે અભિનેત્રીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. સૂરજે સલમાન ખાન સાથે 'હમ આપકે હૈ કૌન', 'મૈંને પ્યાર કિયા', 'હમ સાથ સાથ હૈ' અને 'પ્રેમ રતન ધન પાયો'માં સાથે કામ કર્યું છે.

ભૂલ ભૂલૈયા 3
કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા 2' ફિલ્મે ગયા વર્ષે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. થોડા દિવસો પહેલા, આ ફિલ્મના ત્રીજા ભાગ એટલે કે 'ભૂલ ભૂલૈયા 3' (Bhool Bhulaiyaa 3) નું ટીઝર રિલીઝ કરીને કાર્તિક આર્યન (Kartik Aaryan) દ્વારા જ જાહેરાત કરવામાં આવી છે. રૂહ બાબાના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મની રિલીઝ ડેટ માટે આગામી વર્ષની દિવાળી પણ બુક કરવામાં આવી છે.

હેરા ફેરી 4
આવતા વર્ષે આ ત્રણ ફિલ્મો સિવાય બીજી કોમેડી ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ છે 'હેરા ફેરી 4'(Hera Pheri 4). આ વખતે પણ આ ફિલ્મમાં અક્ષય કુમાર, (Akshay Kumar) સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડી જોવા મળશે. ફરહાદ સામજી આ ફિલ્મનું નિર્દેશન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news