Heart Attack પછી સુષ્મિતા સેને શેર કર્યો તેનો લેટેસ્ટ ફોટો, હોળીની આ રીતે કરી ઉજવણી

Sushmita Sen Holi Photo: સુસ્મિતા સેન બોલીવુડની ફિટ રહેનાર અભિનેત્રીઓ માંથી એક છે અને તેને હાર્ટ એટેક આવ્યો તે તેના ફેન્સ માટે ચિંતાજનક વાત હતી. તેવામાં હોળી પર અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કરી છે. 

Heart Attack પછી સુષ્મિતા સેને શેર કર્યો તેનો લેટેસ્ટ ફોટો, હોળીની આ રીતે કરી ઉજવણી

Sushmita Sen Holi Photo: મિસ યુનીવર્સ રહી ચૂકેલી સુસ્મિતા સેનને થોડા દિવસ પહેલા જ હાર્ટ અટેક આવ્યો હતો. હાર્ટ એટેક અંગેનો ખુલાસો અભિનેત્રીએ instagram પર એક પોસ્ટ શેર કરીને કર્યો હતો. સુસ્મિતા સેન બોલીવુડની ફિટ રહેનાર અભિનેત્રીઓ માંથી એક છે અને તેને હાર્ટ એટેક આવ્યો તે તેના ફેન્સ માટે ચિંતાજનક વાત હતી. તેવામાં હોળી પર અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કરી છે. આ ફોટોમાં તે યોગા કરતી જોવા મળે છે. આ ફોટોમાં અભિનેત્રીએ જે કેપ્શન લખ્યું છે તેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

આ પણ વાંચો:

સુસ્મિતા સેને instagram પર જે ફોટો શેર કર્યો છે તેમાં તે ટાઈટ કપડામાં યોગા કરતી જોવા મળે છે. સુસ્મિતા સેનનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટો શેર કરી કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મને કાર્ડિયોલોજિસ્ટે છૂટ આપી દીધી છે, તેથી સ્ટ્રેચિંગ શરૂ કર્યું છે. હેપી હોલી... 

 

આ પોસ્ટ પહેલા સુસ્મિતા સે ને એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જે વાત જણાવી હતી તે બોલીવુડ માટે પણ આઘાતજનક વાત હતી. સુસ્મિતા એ પોતાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે તેને થોડા દિવસ પહેલા જ હાર્ટ અટેક આવ્યો હતો અને તેની એન્જીઓપ્લાસ્ટિ કરીને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news