આખરે ભારતીય ફિલ્મો એક પણ ઓસ્કાર કેમ જીતી શકી નથી, શું આ વખતે 94 વર્ષનો દુષ્કાળ ખતમ થશે?

Bollywood Film in Oscar: ગાંધી (1982) અને સ્લમડોગ મિલિયનેયર (2008) બંને મુખ્ય ભારતીય કલાકારોની સાથે બનાવવામાં આવેલી ફિલ્મો છે અને બંનેને 8 ઓસ્કાર મળ્યા છે. 

આખરે ભારતીય ફિલ્મો એક પણ ઓસ્કાર કેમ જીતી શકી નથી, શું આ વખતે 94 વર્ષનો દુષ્કાળ ખતમ થશે?

નવી દિલ્હીઃ Bollywood Film in Oscar: ફિલ્મ દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (The Last Film show) ત્યારથી ચર્ચામાં છે, જ્યારથી આ વર્ષે ઓસ્કાર માટે ભારત તરફથી ફિલ્મ મોકલવાની સત્તાવાર જાહેરાત થઈ છે. ફિલ્મએ ઘણા સમારહોમાં પોતાની છાપ છોડી છે, પરંતુ હજુ સુધી તે રિલીઝ થઈ નથી. ઓસ્કાર માટે પસંદ કરાયા બાદ આ ફિલ્મની ખુબ ચર્ચા થઈ રહી છે. નિર્માતાઓએ હાલમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું અને તે 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ઓસ્કાર માટે નોમિનેશન થયા બાદથી ફિલ્મ જોવા લોકો આતૂર છે. 

છેલ્લો શોને લઈને થયો વિવાદ
ભલે છેલ્લો શોની સલમાન ખાન, રવીના ટંડન, કરણ જોહર, નિખિલ અડવાણી જેવા બોલીવુડ સિતારાઓએ પ્રશંસા કરી હોય પરંતુ એક વર્ગનું માનવું છે કે આરઆરઆર અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો પણ ઓસ્કાર માટે દાવેદાર હતી. છેલ્લા શોની પસંદગીએ ભારતીય ફિલ્મ મહાસંઘ (એફએફઆઈ) ની સાથે વિવાદ ઉભો કરી દીધો, જે તેની પસંદગીને લઈને સવાલોના ઘેરામાં હતું. કેટલાક લોકોએ તે દાવો કરવાનો વિરોધ કર્યો કે આ એક ભારતીય ફિલ્મ નથી. કેટલાકે તે આરોપ લગાવ્યો કે તે પાછલા વર્ષે પણ ઓસ્કારની દોડમાં હતી. 

ઓસ્કાર માટે મોકલવામાં આવી ઘણી ફિલ્મો
એફએફઆઈના અધ્યક્ષ ટીપી અગ્રવાલે ઈટાઇમ્સને જણાવ્યું કે નિર્માતાઓએ એકેડમીને ફિલ્મની એકવાર ફરી પસંદગી માટે મંજૂરી આપવાની વિનંતી કરી કારણ કે તે મહામારીને કારણે પહેલા રિલીઝ થઈ શકી નહીં. તે મંજૂરી એકેડમી પાસેથી પ્રાપ્ત કરવામાં આવી હતી. જૂરી સભ્યોએ સર્વસંમત્તિથી આ ફિલ્મની પસંદગી કરી છે. અમે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરી રહ્યાં છીએ. પરંતુ આ પહેલા પણ ઘણી એવી ફિલ્મો રહી જેને ઓસ્કારમાં  મોકલવામાં આવી હોય પરંતુ તે ક્યારેય એવોર્ડ જીતીને આવી નથી. ફિલ્મ નિર્માતાઓ, લેખકો, અભિનેતાઓ અને આલોચકોના દ્રષ્ટિકોણને જોતા અમે તમને જણાવી રહ્યાં છીએ કે આખરે એક ભારતીય ફિલ્મ હજુ સુધી ઓસ્કાર કેમ જીતી નથી?

આ ફિલ્મોને મળ્યો ઓસ્કાર પરંતુ...
ગાંધી (1982) અને સ્લમડોગ મિલિયનેયર (2008) બંને પ્રમુખ ભારતીય કલાકારો સાથે ભારતમાં બનાવવામાં આવેલી ફિલ્મો છે અને બંનેને 8 ઓસ્કાર મળ્યા છે. પરંતુ આ ફિલ્મોના દિગ્દર્શક વિદેશી હતા. જ્યારે ભારતીય ફિલ્મોની વાત આવે છે તો માત્ર ત્રણ ફિલ્મોએ અંતિમ ઉમેદવારીમાં જગ્યા બનાવી છે- મધર ઈન્ડિયા (1957), સલામ બોમ્બે (1988), અને લગાન (2001), પરંતુ કોઈ ફિલ્મને ઓસ્કાર મળ્યો નહીં. એકેડમીએ પરંતુ ફિલ્મ નિર્માતા સત્યજિત રાયનું 1992માં માનદ ઓસ્કારથી સન્માન કર્યું હતું. 

આ હોઈ શકે છે કારણ
શાજી એન કરૂણ એફએફઆઈમાં જૂરીના અધ્યક્ષ છે. તેમનું માનવું છે કે સામાન્ય રીતે કાન, વેનિસ કે બર્લિન ફિલ્મ સમારહોમાં માન્યતા પ્રાપ્ત ફિલ્મોની ઓસ્કારમાં જગ્યા બનાવવાની વધુ સંભાવના હોય છે. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ હાલમાં સમાપ્ત થયો છે અને એક ફ્રેન્ચ ફિલ્મ 'સેન્ટ ઓમર' એ ગ્રાન્ડ જ્યુરી પુરસ્કાર જીત્યો અને સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ફીચરનો પુરસ્કાર જીત્યો. ઓસ્ટ્રિયાઈ ફિલ્મ 'કોર્સેજે' આ વર્ષે કાન્સમાં જગ્યા બનાવી. આ ફિલ્મોને જોઈને તમે સમજી શકો છો કે ફિલ્મનો પ્રકાર અને ગુણવત્તા મહત્વ ધરાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news