આ ટેણિયો છે સાઉથનો સુપરસ્ટાર, બોલીવુડની હસીનાઓ પણ તેના પર છે ફીદા; તમે ઓળખ્યો?

તાજેતરમાં સારા અલી ખાને (Sara Ali Khan) 'કોફી વિથ કરણ' માં સ્વિકાર્યું હતું કે તે વિજય દેવરકોંડાને ડેટ કરવા માંગે છે. વિજયે નાની ઉંમરમાં સાઉથ સિનેમામાં પોતાના માટે મોટું મુકામ પ્રાપ્ત કર્યું છે. તેમણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે.

આ ટેણિયો છે સાઉથનો સુપરસ્ટાર, બોલીવુડની હસીનાઓ પણ તેના પર છે ફીદા; તમે ઓળખ્યો?

Photo Challenge: ફોટામાં દેખાતો આ બાળક એકદમ ક્યૂટ છે. આ છોકરો 33 વર્ષનો થઇ ગયો છે જેની ક્યૂટનેસ પર ફેન્સ સાથે સાથે ઘણી બોલીવુડ હસીનાઓ પણ ફિદા છે. આ બાળક ટોલીવુડનો હેન્ડસમ હંક બની ગયો છે. ભલે આ છોકઋઓ સાઉથની ફિલ્મોનો મોટો સ્ટાર છે પરંતુ બોલીવુડમાં પણ તેનું નામ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'  (Koffee With Karan) માં પહોંચ્યો હતો. મોટી મોટી હસીનાઓ આજે આ છોકરાની દીવાની છે. જો તમે પણ ઓળખી શક્યા નથી કે આ ફોટો કોનો છે તો અમે તમને વધુ એક હિંટ આપીએ. જલદી જ આ એક્ટરની એક ફિલ્મ રિલીઝ થઇ રહી છે જેમાં અનન્યા પાંડે (Ananya Panday) સાથે જોવા મળશે. હવે તો તમે સમજી ગયા હશો કે ફોટા દેખાતો આ બાળક બીજું કોઇ નહી પરતુ હેન્ડસમ વિજય દેવરકોંડા (Vijay Devarakonda) છે. 

સારા કરી ચૂકી છે પ્રેમનો ઇઝહાર
તાજેતરમાં સારા અલી ખાને (Sara Ali Khan) 'કોફી વિથ કરણ' માં સ્વિકાર્યું હતું કે તે વિજય દેવરકોંડાને ડેટ કરવા માંગે છે. વિજયે નાની ઉંમરમાં સાઉથ સિનેમામાં પોતાના માટે મોટું મુકામ પ્રાપ્ત કર્યું છે. તેમણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. મીડીયા રિપોર્ટ્સના અનુસાર જલદી જ વિજય બોલીવુડમાં પણ ડેબ્યૂ કરવાના છે. તમને જણાવી દઇએ કે વિજયે રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'નુવ્વિલા' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જોકે તેમણે ઓળખ મળી ફિલ્મ 'યેવેદ સુબ્રમણ્યમથી. આ મૂવીમાં વિજય સાઇડ રોલમાં હતા. ત્યારબાદ 2016 માં વિજય ફિલ્મ 'પેલી ચોપુલુ'માં લીડ રીલ તરીકે જોવા મળ્યા. આ ફિલ્મ બ્લોક બસ્ટર થઇ.  

લાઇગરમાં મચાવશે ધમાલ
હાલમાં વિજય દેવરકોંડા પોતાની ફિલ્મ 'લાઇગર' ની રિલીઝની તૈયારી છે જેમાં તે બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોવા મળશે. આજે જ ફિલ્મનું બીજું ગીત 'આફત' રિલીઝ થયું છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ટ્રેલર અને ગીતોમાં વિજય અને અનન્યાની કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. હવે જોવાનું એ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news