The Kerala Story: ઓટીટી પર રિલીઝ થશે અદા શર્માની ધ કેરલ સ્ટોરી ફિલ્મ, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
The Kerala Story: સિનેમાઘરોમાં રિલીઝ થયાના દસ મહિના પછી ધ કેરલ સ્ટોરી ફિલ્મ ઓટીટી પર આવી રહી છે. સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય પછી બે મહિનામાં જ ઓટીટી પર આવી જતી હોય છે પરંતુ અદા શર્માની ધ કેરલ સ્ટોરી ફિલ્મ રિલીઝ થયાનો 10 મહિના પછી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.
Trending Photos
The Kerala Story: 5 મે 2023 ના રોજ અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરી રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને અદા શર્માના અભિનયની ચર્ચા સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ સુધી થવા લાગી. સિનેમાઘરોમાં રિલીઝ થયાના દસ મહિના પછી ધ કેરલ સ્ટોરી ફિલ્મ ઓટીટી પર આવી રહી છે. સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય પછી બે મહિનામાં જ ઓટીટી પર આવી જતી હોય છે પરંતુ અદા શર્માની ધ કેરલ સ્ટોરી ફિલ્મ રિલીઝ થયાનો 10 મહિના પછી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.
ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવામાં જે સમય લાગ્યો તેની પાછળનું કારણ ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદો હતા. એક રિપોર્ટ અનુસાર ફિલ્મને લઈને જે વિવાદો ચાલી રહ્યા હતા અને ફિલ્મમાં જે સેન્સિટીવ મુદ્દા પર વાત કરવામાં આવી છે તેને લઈને ઓટીટી પ્લેટફોર્મ પર તેને રિલીઝ કરવાની લઈને સમય લાગ્યો. ફિલ્મને લઈને ઘણા વિવાદો થયા હતા જેના કારણે ઘણા મોટા ઓટીટી પ્લેટફોર્મ આ ફિલ્મને રિલીઝ કરવાનું ટાળી રહ્યા હતા.
પરંતુ હવે આ ફિલ્મને એક ઓટીટી પ્લેટફોર્મ મળી ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવશે. જો તમે આ ફિલ્મ સિનેમાઘરોમાં નથી જોઈ શક્યા તો હવે તેને તમે ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર જોઈ શકશો. ઝી5 દ્વારા આ અંગે અનાઉંસમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે. અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરી 16 ફેબ્રુઆરીએ જી5 પર સ્ટ્રીમ થશે.
ઝી5 પર ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરવાની સાથે જ ઓટીટી પર 16 ફેબ્રુઆરીએ ફિલ્મ જોવા મળશે તેનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. અદા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરી આ અંગે જાણકારી આપી છે. વિપુલ અમૃતલાલ શાહ ના ડાયરેક્શનમાં બનેલી આ જોરદાર કમાણી કરી ચૂકી છે. ફિલ્મ માત્ર 30 કરોડના બજેટમાં બની હતી પરંતુ તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 303 કરોડથી પણ વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે