'તે મને બદચલન કહેતી હતી...' બોલ્ડ સીન્સ પર મલ્લિકા શેરાવતે કહ્યું, હિરોઈનો મને અપમાનિત કરતી
મલ્લિકા શેરાવત હંમેશાથી કાફી બિન્દાસ્ત અને બોલ્ડ રહી છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ટકવા માટે દિલની વાત સાંભળી અને સખત મહેનત કરી. પરંતુ તેના કરિયરમાં બોલ્ડ સીન્સને કારણે તેને ઘણું સહન કરવું પડ્યું છે. કેટલીક મોટી અભિનેત્રીઓ તેને વેશ્યા પણ કહેતી હતી. આ વિશે મલ્લિકા શેરાવતે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે.
Trending Photos
Mallika Sherawat: અભિનેત્રી મલ્લિકા શેરાવત આ દિવસોમાં તેની લેટેસ્ટ ફિલ્મ 'વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો'ના કારણે ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન તેણે કેટલીક એવી વાતો કહી છે જેને સાંભળીને દરેક ફેન્સની આંખોમાં આંસુ આવી ગયા છે. તેણીએ કહ્યું કે તે હરિયાણાની છે અને ચમચાગીરી કરી શકતી નથી, આ ઇન્ડસ્ટ્રીમાં બહુ સામાન્ય છે. એટલું જ નહીં મલ્લિકા શેરાવતે એ પણ ખુલાસો કર્યો હતો કે બોલ્ડ સીન્સને કારણે તેના જમાનાની અભિનેત્રીઓ તેને વેશ્યા કહેતી હતી.
મર્ડરમાં મલ્લિકા શેરાવતે બોલ્ડ સીન્સ કર્યા હતા
રણવીર અલ્હાબાદીના પોડકાસ્ટમાં તેને બોલ્ડ સીન્સ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે 'મર્ડર' પછી તેનો ચાર્મ અલગ હતો. તેને ઘણું સ્ટારડમ મળ્યું હતું. પરંતુ બીજી તરફ લોકો તેમના વિશે સારી અને ખરાબ વાતો પણ કરતા હતા. જ્યારે મહિલા કલાકારો તેની પીઠ પાછળ વાતો કરતી ત્યારે ખોટું લાગતું.
આ ફિલ્મ પછી મલ્લિકા શેરાવત ફેમસ થઈ ગઈ
મલ્લિકા શેરાવતે કહ્યું કે એવોર્ડ જીતવો એ તેનું લક્ષ્ય નથી. તેના માટે તે મહત્વનું છે કે તે પોતાનું જીવન પોતાના સિદ્ધાંતો પર જીવે. ભલે તે સાચું હોય કે ખોટું. મર્ડર ફિલ્મ પછી તે ફેમસ થઈ હતી.
મોટી અભિનેત્રીએ મલ્લિકા શેરાવતને ટોણો માર્યો
મલ્લિકા શેરાવતને ખરાબ લાગ્યું જ્યારે ઘણી બધી સકારાત્મક બાબતો વચ્ચે કેટલાક લોકો નકારાત્મક વાતો કરી રહ્યા હતા. તેણે કહ્યું, 'હું કોઈનું નામ નહીં લઉં. પરંતુ તે મારી સામે મને બદનામ કરતી હતી. તે કહેતી હતી કે બોલિવૂડમાં પહેલાંથી જ ઘણી બદચલન છોકરીઓ છે અને હવે બીજી આવી ગઈ છે.
મલ્લિકા શેરાવત રડતી રડતી મહેશ ભટ્ટ પાસે ગઈ
મલ્લિકા શેરાવતે કહ્યું કે તે આ વાતોથી ખૂબ ભાંગી પડી હતી. તે રડતી રડતી તેના ગુરુ મહેશ ભટ્ટ પાસે ગઈ. પછી તેમણે ડિરેક્ટરને કહ્યું કે બોલ્ડ સીન્સને કારણે લોકો તેને શરમ મહેસૂસ કરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે