આ અભિનેત્રીઓ લગ્ન પહેલાં જ થઈ ગઈ હતી પ્રેગ્નેંટ! અમુકે તો મેરેજ પહેલાં આપ્યો હતો બાળકને જન્મ!
આજે અમે તમને એવી ફિલ્મી હસીનાઓ વિશે જણાવા જઈ રહ્યા છે કે જે લગ્નના થોડા મહિનાઓમા જ માતા બની ગઈ હતી.
Trending Photos
નવી દિલ્લીઃ આજે અમે તમને એવી ફિલ્મી હસીનાઓ વિશે જણાવા જઈ રહ્યા છે કે જે લગ્નના થોડા મહિનાઓમા જ માતા બની ગઈ હતી. બોલીવુડની દુનિયામાં ફિલ્મી સિતારાઓની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ જગતમાં એવી કેટલીય અભિનેત્રીઓ છે કે જે અભિનેત્રીઓએ પહેલાં પોતાના પાર્ટનર સાથે લીવ ઈનમાં રહેવાનું પસંદ કર્યું અને ત્યાર પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. એવામાં અમે બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે તમને જણાવવા જઈ રહ્યા છે કે જે લગ્નના થોડાક જ મહિના પછી માતા બની ગઈ હતી એટલું જ નહીં એક એવી પણ અભિનેત્રી છે કે જેને બાળક થયા પછી પણ લગ્ન નથી કર્યા.
બોલીવુડની દુનિયામાં પોતાની બોલ્ડ અદાઓથી લોકોને ઘાયલ કરવાવાળી અભિનેત્રી હેડને લગ્ન પહેલાં ગર્ભવતી થવાની ખબર આપી હતી. લીજાના લગ્ન 2016માં બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે થયા હતા. લીજા અત્યારે બે બાળકોની માતા છે અને ખૂબ જલ્દી તે ત્રીજા બાળકને પણ જન્મ આપશે. કોંકણા સેન શર્મા-
બોલીવુડ ફિલ્મની સાથે-સાથે સિરિયલ અને વેબસિરિઝમાં કામ કરી ચુકેલી અભિનેત્રી કોંકણા સેન શર્મા લગ્ન પહેલાં જ ગર્ભવતી હતી. રણવીર શૌરી સાથે લગ્ન કર્યાના 6 મહિના બાદ જ કોંકણાએ બાળકને જન્મ આપ્યો હતો. વર્ષ 2020માં કોંકણાના તલાક થઈ ગયા હતા. શ્રીદેવી-
બોલીવુડની અભિનેત્રી શ્રીદેવી પણ લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ચુકી હતી. વર્ષ 1996માં શ્રીદેવીએ ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા. લગ્નના થોડા મહિના પછી શ્રીદેવીએ દીકરી જાન્હવીને જન્મ આપ્યો. મહિમા ચૌધરી-
યે તેરા ઘર યે મેરા ઘર જેવી ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લેનારી અભિનેત્રી મહિમા ચૌધરી એક પુત્રીની માતા છે. મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ પછી જ મહિમાએ પુત્રીને જન્મ આપ્યો. વર્ષ 2013માં મહિમા અને બોબીના તલાક થઈ ગયા હતા ત્યાર બાદ આ અભિનેત્રી એકલીજ આ દીકરીને રાખી રહી છે. કલ્કિ કોચલિન-
ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપની સાથે કલ્કિનો સબંધ હતો પરંતુ આ સબંધ વધુ સમય સુધી ના ચાલી શક્યો. ત્યાર પછી કલ્કિનું નામ ઈજરાઈલી ક્લાસિકલ પિયાનિસ્ટ Guy Hershberg સાથે જોડાયું. આ અભિનેત્રીએ લગ્ન નથી કર્યા પરંતુ તે બાળકને જન્મ આપી ચુકી છે. ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ-
અભિનેતા અર્જુન રામપાલની ગલફ્રેન્ડ ગેબ્રિએલા કોઈની કોઈ વાતે હંમેશા છવાયેલા રહે છે. કેટલાક વર્ષોથી બન્ને લિવ ઈનમાં રહે છે અને બન્નેને એક બાળક પણ છે. બન્નેએ હજુ સુધી લગ્ન નથી કર્યા. નતાશા સ્ટેનકોવિક-
ઈન્ડિયન ક્રિકેટ ટીમના હરફનમોલા પ્લેયર હાર્દિક પાંડ્યાએ નતાશા સાથે લગ્ન કર્યા. નતાશા સ્ટેનકોવિક અને હાર્દિકના લગ્ન થયાના થોડા જ મહીનાઓ પછી તે દીકરા અગસ્ત્યના માતા-પિતા બની ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે