અનુભવ સિન્હાની બ્લેક કોમેડીમાં સેક્સ વર્કરની ભૂમિકામાં જોવા મળશે રિચા ચડ્ઢા

 ફિલ્મ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, 'હવે હું દરેક પ્રકારનો રોલ કરી રહી છું. આ રીતે હું મારા વ્યક્તિત્વના તમામ પાસાની માહિતી મેળવી રહી છું.'
 

અનુભવ સિન્હાની બ્લેક કોમેડીમાં સેક્સ વર્કરની ભૂમિકામાં જોવા મળશે રિચા ચડ્ઢા

નવી દિલ્હીઃ હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સેક્શન 375'મા પોતાના અભિનયથી રિચા ચડ્ઢાએ દર્શકોને પ્રભાવિત કર્યાં છે. હવે તે પોતાના આગામી પ્રોજેક્ટ 'અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ'ને લઈને તૈયાર છે. 

ડાયરેક્ટર અનુભવ સિન્હાની આ ફિલ્મ એક બ્લેક કોમેડી છે જેમાં રિચા કોમર્શિયલ સેક્સ વર્કરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, 'હવે હું દરેક પ્રકારનો રોલ કરી રહી છું. આ રીતે હું મારા વ્યક્તિત્વના તમામ પાસાની માહિતી મેળવી રહી છું.'

રિચાએ આગળ કહ્યું, 'હું આ કોમેડી પાર્ટ અનુભવ સિન્હાની ફિલ્મ માટે કરી રહી છું. હું જે કેરેક્ટર પ્લે કરી રહી છું, તેનું નામ સોફ્ટી છે અને તે વાતચીત દરમિયાન તોતડાય છે.'

અભિનેત્રી પ્રમાણે, 'મને ખુશી છે કે સેક્શન 375 બાદ આગામી ફિલ્મમાં લોક મને અલગ અવતારમાં જોશે. કોમેડી મારો ફેવરિટ જોનર છે અને હું તેને એન્જોય કરુ છું. આ કારણ છે કે હું પ્રયત્ન કરી રહી છું કે વધુ કોમેડી ફિલ્મ કરું.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news