આ ફિલ્મોમાં વિલન બનીને રાતોરાત સ્ટાર બની ગયા એક્ટર્સ, આજે પણ હિરો કરતાં વધુ લોકપ્રિય આ ફિલ્મોના વિલન

Iconic Villains Of Bollywood: આ વિલન એવા હતા જેને જોવા માટે દર્શકો થિએટર સુધી જતા હતા. ફિલ્મોમાં તેમણે બોલેલા ડાયલોગ આજે પણ સુપરહિટ છે. આ કલાકારોએ વિલન તરીકે એવો અભિનય કર્યો કે લોકો હકીકતમાં પણ તેમને વિલન સમજવા લાગ્યા હતા.

આ ફિલ્મોમાં વિલન બનીને રાતોરાત સ્ટાર બની ગયા એક્ટર્સ, આજે પણ હિરો કરતાં વધુ લોકપ્રિય આ ફિલ્મોના વિલન

Iconic Villains Of Bollywood: આજના સમયની ફિલ્મોમાં ભલે હીરો ફિલ્મ પર રાજ કરતા હોય પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મોની ઓળખ વિલન બની ગયા હતા. બોલીવુડની કેટલીક ફિલ્મો એવી છે જેના વિલન ફિલ્મ હિટ થવાનું કારણ બન્યા હતા. અમરીશ પુરી, ગુલશન ગ્રોવર, અમજદ ખાન સહિતના કલાકાર વિલન તરીકે સુપરહિટ સાબિત થયા અને તેમણે પોતાના જોર પર ફિલ્મોને હિટ બનાવી. આ વિલન એવા હતા જેને જોવા માટે દર્શકો થિએટર સુધી જતા હતા. ફિલ્મોમાં તેમણે બોલેલા ડાયલોગ આજે પણ સુપરહિટ છે. આ કલાકારોએ વિલન તરીકે એવો અભિનય કર્યો કે લોકો હકીકતમાં પણ તેમને વિલન સમજવા લાગ્યા હતા. આજે તમને બોલિવૂડની કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીએ જે ફિલ્મો તેના હીરોના કારણે નહીં પરંતુ વિલનના કારણે હીટ સાબિત થઈ હોય. 

શોલે

1975 માં રિલીઝ થયેલી રમેશ સિપ્પીની ફિલ્મ શોલેને ઘણા બધા કારણથી યાદ કરવામાં આવે છે ફિલ્મના દરેક પાત્ર ખાસ અને યાદગાર હતા પરંતુ શોલેના ગબ્બરને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. ગબ્બરના ડાયલોગ પણ સુપરહીટ રહ્યા હતા. શોલે ફિલ્મમાં અમજદ ખાને ગબ્બરનું પાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી અમજદ ખાનને લોકો ગબ્બર તરીકે ઓળખવામાં લાગ્યા હતા. 

મિસ્ટર ઈન્ડિયા

મિસ્ટર ઈન્ડિયામાં અનિલ કપૂર અને શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતા પરંતુ આ ફિલ્મમાં ચાહકોને સૌથી વધુ યાદ રહેલું કોઈ પાત્ર હોય તો તે છે મોગેમ્બો. શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં મોગેમ્બો અમરીશ પુરી બન્યા હતા. આજે પણ જ્યારે 'મિસ્ટર ઈન્ડિયા'ની વાત કરવામાં આવે છે ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલા મોગેમ્બોનું નામ આવે છે.  

ડર

શાહરૂખ ખાનને આજે ભલે બોલિવૂડમાં રોમાંસ કિંગ કહેવામાં આવે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે પડદા પર વિલન બનીને ચાહકોને ડરાવ્યા હતા. 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ડરમાં સની દેઓલ અને જૂહી ચાવલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ જ્યારે 'ડર' હિટ થઈ ત્યારે ફિલ્મના મુખ્ય હીરો કરતાં ફિલ્મના વિલનનું નામ દર્શકોના હોઠ પર વધુ હતું.

સરફરોશ 

1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'સરફરોશ'માં નસીરુદ્દીન શાહે ગુલફામ હસનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને સોનાલી બેન્દ્રે મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ હિન્દી ફિલ્મના અભિનેતા નસીરુદ્દીન શાહે જે રીતે આ પાત્ર ભજવ્યું હતું તેમાં વિવિધતા જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહે ગઝલ ગાયક અને એક આતંકવાદીનો રોલ ભજવ્યો હતો.

ઓમકારા  

વિશાલ ભારદ્વાજની 2006માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઓમકારા'માં અજય દેવગન, કરીના કપૂર અને વિવેક ઓબેરોય સહિતના કલાકારો હતા. પરંતુ સૌથી યાદગાર પાત્ર હતું લંગડા ત્યાગીનું એટલે કે સૈફ અલી ખાનનું .  

અંધાધૂન  

શ્રીરામ રાઘવનની ફિલ્મ 'અંધાધુન' વર્ષ 2018માં આવી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તબ્બુએ વિલનની ભૂમિકા ભજવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news