અબરામને ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છે છે શાહરૂખ ખાન, આ છે કારણ


શાહરૂખ ખાન ભલે તે ઈચ્છા રાખે કે, પોતાની પુત્રી સુહાના અને મોટો પુત્ર આર્યન ફિલ્મોમાં આવે, પરંતુ અબરામને તે એક્ટર નહીં ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છે છે. આવો જાણીએ કેમ? 


 

અબરામને ટેનિસ પ્લેયર બનાવવા ઈચ્છે છે શાહરૂખ ખાન, આ છે કારણ

નવી દિલ્હીઃ અભિનેતા શાહરૂખ ખાનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો' બોક્સ ઓફિસ પર ખુબ ધીમી ગતીએ ચાલી રહી છે, પરંતુ શાહરૂખ તેને ઝડપ આપવા માટે ધમાકેદાર પ્રમોશન કરી રહ્યો છે. આ પ્રમોશનને લઈને મીડિયાએ શાહરૂખ ખાનને એક સવાલ કરી દીધો. અબરામના કરિયરને જ્યારે તેને પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, મને લાગે છે કે, અબરામનું ટેલેન્ટ થોડુ અલગ પ્રકારનું છે. તે ખૂબ માસૂમ છે. મારી આશા છે કે, તે પોતાના સેન્સિટિવિટી દ્વારા કંઇક અલગ કામ કરે. 

અને વાત રહી દેખાવની, મારા હિસાબથી તે ટેનિસ પ્લેયર બનશે તો સારૂ રહેશે. તેના વાળ જ્યારે ઉડે છે અને ફેસને જોઈને ટેનિસ પ્લેયર હોવાની ફીલિંગ સારી લાગે છે. મને લાગે છે કે, મારા ઘરમાં અહરામને બ્રેક સૌથી પહેલા મળશે, અમારે ત્યાં જેની ઉંમર ઓછી હોય છે, તેને સૌથી પહેલા બ્રેક મળે છે. 

આમ તો શાહરૂખ પોતાના ત્રણ બાળકો- આર્યન, સુહાના અને અહરામને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ અબરામમાં આખા પરિવારનો શ્વાસ વસે છે. વાત કરીએ તો શાહરૂથની હાલની સિરીઝ થયેલી ફિલ્મ ઝીરો તો ભલે આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ પાસેથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ તેમાં શાહરૂખની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી રહી છે. શાહરૂખ સિવાય આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, મોહમ્મદ જીશાન આયૂબ અને કેટરીના કેફ પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news