આમિરની દીકરી પ્રેમમાં ગળાડૂબ...PHOTOS VIRAL
આ યુવાનનું બોલિવૂડ સાથે કનેક્શન છે
Trending Photos
નવી દિલ્હી : હાલમાં આમિર ખાનની દીકરી ઇરા ખાનની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ બની રહી છે. હકીકતમાં ઇરા અને એક યુવાનની તસવીર ચર્ચાનો વિષય બની છે કારણ કે તસવીર જોઈને સ્પષ્ટ અહેસાસ થાય છે કે તેઓ એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. આ બંને વચ્ચે ગજબની કેમિસ્ટ્રી દેખાય છે.
ઇરાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરીએ તો ખ્યાલ આવે છે કે આ યુવાનનો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે ખાસ સંબંધ છે. આ તસવીરોને શેયલ કરતી વખતે ઇરાએ પ્રેમથી તરબોળ કમેન્ટ પણ કરી છે. આ યુવાન મિશાલ કૃપલાની છે અને તસવીરો જોઈને ખ્યાલ આવે છે કે મિશાલ અને ઇરા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.
મિશાલ એક આર્ટિસ્ટ, પ્રોડ્યુસર અને મ્યુઝિક કમ્પોઝર છે. તેની વોલ પર અનેક મ્યુઝિક વીડિયો જોવા મળે છે. ઇરા આજકાલ પોતાનો અભ્યાસ આટોપવામાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે તેનો દીકરો અને દીકરી બંને બોલિવૂડમાં કરિયર બનાવવા ઇચ્છે છે પણ તેમને એક્ટિંગમાં નહીં પણ મેકિંગમાં રસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે