Aamir Khan ની પુત્રીએ બોયફ્રેન્ડ સાથે બોલ્ડ રોમેન્ટિક PHOTOS શેર કર્યા, જોઈને આમિર પણ ચોંકી જશે

આમિર ખાન (Aamir Khan ) ની પુત્રી આયરા ખાન (ira khan) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ આયરાએ કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તેનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. 
Aamir Khan ની પુત્રીએ બોયફ્રેન્ડ સાથે બોલ્ડ રોમેન્ટિક PHOTOS શેર કર્યા, જોઈને આમિર પણ ચોંકી જશે

નવી દિલ્હી: આમિર ખાન (Aamir Khan ) ની પુત્રી આયરા ખાન (ira khan) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ આયરાએ કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તેનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. 

આયરાએ શેર કર્યા ફોટા
આમિર ખાનની પુત્રી આયરા ખાને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આયરા બોયફ્રેન્ડ નુપુર શિકારે સાથે ખુબ મસ્તી કરતી જોવા મળી રહી છે. બંને એક બીજા સાથે રોમેન્ટિક પોઝ પણ આપી રહ્યા છે. તેણે આયરા  ખાનના ગળામાં હાથ નાખી રાખ્યો છેઅને તે મસ્તી કરતો જોવા મળે છે. 

બોયફ્રેન્ડને ડ્રામેબાઝ ગણાવ્યો
આયરા ખાને ફોટો શેર કરતા લખ્યું છે કે આ કેટલો ડ્રામેબાઝ છે. આયરાના મિત્રો અને ફેન્સ તસવીરો પર ખુબ કમેન્ટ કરી રહ્યા છે. આયરા ખાને બોયફ્રેન્ડ નુપુર શિકારે સાથે પોતાના સંબંધને વેલેન્ટાઈન ડે પર જાહેર કર્યો હતો. તેણે પ્રોમિસ ડે પર લખ્યું હતું કે તારી સાથે પ્રોમિસ કરવું એ મારા માટે ગર્વની વાત છે. તમે મારા વેલેન્ટાઈન છો. ત્યારબાદ વેલેન્ટાઈન ડે પર અનેક તસવીરો પણ શેર કરી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

આયરા ખાન વિશે
નુપુર શિકારે અને આયરા ખાન સોશિયલ મીડિયા પર છાશવારે એકબીજા સાથે તસવીરો શેર કરતા જોવા મળે છે. બંને હંમેશા સાથે વર્કઆઉટ કરે છે. આ ઉપરાંત બંને સાથે ફૂડ રિવ્યૂ પણ કરે છે. અત્રે જણાવવાનું કે આયરા ખાન આમિર ખાન અને રીના દત્તાની પુત્રી છે. આયરાના ભાઈનું નામ જુનૈદ છે. જુનૈદ અભિનેતા બનવા માંગે છે. જ્યારે આયરા ડિરેક્ટર  બનવા માંગે છે. હાલમાં જ તેણે એક પ્લેનું દિગ્દર્શન પણ કર્યું હતું. જેમાં યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news