જાહેર થયુ ધોરણ 12 સાયન્સનું પરિણામ

ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયુ છે. આજે સવારે 8 વાગ્યે પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. 

જાહેર થયુ ધોરણ 12 સાયન્સનું પરિણામ

હિતલ પારેખ/ગાંધીનગર :ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર (result declare) થઈ ગયુ છે. આજે સવારે 8 વાગ્યે પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનાર કુલ 1 લાખ 7264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. પ્રથમ વખત ધોરણ 12 (HSC Result) સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. 

ધોરણ 12 (12th Result) સાયન્સ રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 15,284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. હાલ જે તે શાળાઓ તેમના વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામ (12th board result) જોઈ શકશે. વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની કોપીની પ્રિન્ટ વિદ્યાર્થીઓ મેળવી શકશે.

  • 24,757 B1 ગ્રેડ, 26,831 B2 ગ્રેડ, 22,174 C1 ગ્રેડ, 12,071 C2 ગ્રેડ, 2,609 D ગ્રેડ, 289 E1 ગ્રેડ અને 4 E2 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા
  • 43,142 વિદ્યાર્થી A ગ્રૂપ, 64,106 વિદ્યાર્થીઓ B ગ્રૂપ તેમજ 16 વિદ્યાર્થીઓ AB ગ્રૂપ સાથે થયા પાસ
  • ગુજરાતી માધ્યમના 78,045, હિન્દીમાં 1439, મરાઠી 117, ઉર્દુ 59 તેમજ અંગ્રેજી માધ્યમના 27,104 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

જાહેર થયેલું પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઇન્ડેક્સ નંબરના આધારે જોઈ શકશે, જ્યારે વિદ્યાર્થીઓ સીધું પોતાનું પરિણામ જોઈ શકશે નહીં, પરંતુ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ (board result) અલગથી સૂચના આપશે.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news