રણબીરના પ્રેમમાં બરાબર 'ફસાઇ' આલિયા, લઈ શકે છે મોટો નિર્ણય 

હાલમાં અમેરિકામાં પોતાની બીમારીની સારવાર કરાવી રહેલા રિશી કપૂરની તબિયત સુધરતા જ રણબીર અને આલિયાના સંબંધ કન્ફર્મ થઈ શકે છે

રણબીરના પ્રેમમાં બરાબર 'ફસાઇ' આલિયા, લઈ શકે છે મોટો નિર્ણય 

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર તેમજ આલિયા ભટ્ટના અફેરની બધી જગ્યાએ ચર્ચા છે. સોશિયલ મીડિયા પર આવી રહેલા સમાચાર પ્રમાણે આ બંને બહુ જલ્દી લગ્નનો નિર્ણય લઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી આલિયા સતત રણબીરના પરિવાર સાથે જોવા મળી રહી છે. જોકે હવે ચોંકાવનારા સમાચાર મળ્યા છે કે જો આલિયા લગ્નનો નિર્ણય લે તો લગ્ન પછી તેણે કદાચ પોતાની કરિયર પર પુર્ણવિરામ મુકવું પડશે. 

હકીકતમાં માનવામાં આવે છે કે કપૂરપરિવારમાં લગ્ન પછી પુત્રવધૂઓને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી નથી. આ નિયમને લીધે રણધીર કપૂરની પત્ની બબીતા અને રિશી કપૂરની પત્ની નીતુ સિંહ ફિલ્મી દુનિયાથી દુર થઈ ગયા હતા. હવે જો આલિયા નજીકના ભવિષ્યમાં રણબીર સાથે લગ્ન કરવાનો નિર્ણય લેશે તો એની કરિયર દાવ પર લાગી શકે છે. 

જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે આલિયા લગ્ન પછી પણ પોતાની કરિયર ચાલુ રાખવાની છે કારણ કે રાજ કપૂરના ભાઈ શશિ કપૂરની પત્ની જેનિફર અને શમ્મી કપૂરની પત્ની ગીતા બાલીએ પણ ફિલ્મોમાં કામ કરવાનું બંધ નહોતું કર્યું. આ સિવાય રાજ કપૂરની પૌત્રીઓ કરિશ્મા અને કરિના પણ બોલિવૂડમાં પોતાનું દમદાર સ્થાન બનાવ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલિયાના પરિવારે લગ્ન માટે લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં અમેરિકામાં પોતાની બીમારીની સારવાર કરાવી રહેલા રિશી કપૂરની તબિયત સુધરતા જ રણબીર અને આલિયાના સંબંધ કન્ફર્મ થઈ શકે છે. આલિયાએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને તે ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને એક્ટ્રેસ સોની રાઝદાનની દીકરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news