Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં આ 5 ફિલ્મોએ મચાવી ધૂમ, એક પણ હિન્દી ફિલ્મ લિસ્ટમાં નથી સામેલ!
આ દિવસોમાં ફ્રાન્સના શહેર Cannesમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો લાગેલો છે. હાલમાં ચાલી રહેલા Cannes ફેસ્ટિવલમાં દુનિયાભરના ફિલ્મ સ્ટાર્સ પહોંચી રહ્યા છે. ત્યારે અમે એવી 5 ફિલ્મો વિશે વાત કરીશું જેની Cannesમાં ખૂબ ચર્ચા થઈ છે.
Trending Photos
ફ્રાન્સના Cannes શહેરમાં આ દિવસોમાં ફિલ્મ જગતનો એક મોટો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. 16 મેથી શરૂ થયેલો આ Cannes ફેસ્ટિવલ 27 મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી સ્ટાર્સ આવ્યા છે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો છે. સારા અલી ખાનથી લઈને સપના ચૌધરી સુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા અને આ 5 ફિલ્મોએ કાન્સ ફેસ્ટિવલમાં ખુબ ધૂમ મચાવી ચાલો જાણીએ કઈ છે આ 5 ફિલ્મો..
1-એનાટોમી ઑફ અ ફૉલ (Anatomy Of A Fall): ફ્રેન્ચ ડિરેક્ટર જસ્ટિન ટ્રાયટ (Justine Triet) ની ફિલ્મ એનાટોમી ઑફ અ ફૉલની આ ફેસ્ટિવલમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા એક મહિલાની છે જે પોતાના પતિની હત્યાનું રહસ્ય જાણવાની જીદ પકડી લે છે.
આ પણ વાંચો:
પ્રચંડ ગરમી અને હીટ સ્ટ્રોકથી મળશે રાહત! હવામાન વિભાગે જારી કરી મોટી ચેતવણી
પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર
2-બેનેલ એન્ડ અદામા (Banel & Adama): ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા રમાતા-તાઉલાએ (Ramata-Toulaye Sy)ની ફિલ્મ બેનેલ એન્ડ અદામા પણ કાન્સ ફેસ્ટિવલમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મની વાર્તા એક પ્રેમકથા છે.
3-લા ચિમેરા (La Chimera): ઈટાલિયન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક 'એલિસ રોહરવાચર' (Alice Rohrwacher)ની ફિલ્મ લા ચિમેરા પણ કાન્સમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મની વાર્તા એક ઈતિહાસકારની છે. જે પોતાના પ્રોજેક્ટ માટે ખૂબ જ સમર્પિત છે.
4-ક્લબ ઝીરો (Club Zero): ઓસ્ટ્રેલિયન ડાયરેક્ટર જેસિકા હોઝનર (Jessica Hausner)ની ફિલ્મ ક્લબ ઝીરોએ પણ ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ફિલ્મને ઘણા લોકોએ પસંદ કરી છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં ડાયરેક્ટર જેસિકાના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.
5-મે-ડિસેમ્બર (May December): ડિરેક્ટર ટોમ હાઈન્સની આ ફિલ્મ પણ કાન્સમાં ચર્ચાનો વિષય બની રહે છે. આ ફિલ્મની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. ફિલ્મમાં એક નવવિવાહિત કપલ છે, જેની વચ્ચે રોમાંસ ચરમસીમાએ પહોંચે છે. દરમિયાન, ભૂતકાળના એક પાત્રની એન્ટ્રી થાય છે અને બંનેના જૂના કારનામાઓ બહાર આવે છે. એક ક્ષણમાં જીવન કેટલું બદલાઈ શકે છે તે આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે