રિયલ એસ્ટેટમાં ધમાલ મચાવશે મુકેશ અંબાણી! અહીં બનશે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી

Met City in Gurugram: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે તેની સંપૂર્ણ માલિકીવાળી એકમ મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે. 

રિયલ એસ્ટેટમાં ધમાલ મચાવશે મુકેશ અંબાણી! અહીં બનશે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી

MET City: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની એક સહયોગી ગુરૂગ્રામથી અડીને આવેલા વિસ્તારમાં સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે. તેમાં જાપાની કંપનીઓ પણ સામેલ રહેશે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે તેની માલિકીવાળી મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ  (Model Economic Township Ltd.) (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે. 

જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર
આરઆઇએલએ જણાવ્યું કે તેને 'મેટ સિટી'નું નામ આપવામાં આવ્યું છે. કંપનીના અનુસાર આ સ્માર્ટ સિટી એક એકિકૃત ઔદ્યોગિક શહેર હશે જેમાં જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર હશે. તેમાંથી એક જાપાની કંપની નિહોન કોડેને પોતાના ફાળવેલ પ્લોટ પર તાજેતરમાં ભૂમિપૂજન સમારોહ કર્યો છે. નિહોન ઉપરાંત મેટ સિટીમાં પેનાસોનિક, ડેંસો અને ટી-સુઝુકી પણ હાજર રહેશે. 

8,000 એકરથી વધુ ક્ષેત્રમાં થઇ રહ્યો છે વિકાસ
મેટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારી એસવી ગોયલે કહ્યું કે આ ઉત્તર ભારતની સૌથી ઝડપથી વધતી સ્માર્ટ સિટી છે. તેમાં 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો સાથે વિશ્વસ્તરીય માળખું હશે. તેનો વિકાસ ગુરૂગ્રામથી અડીને આવેલા ઝઝરમાં 8,000 એકરથી વધુ ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news