Gujarat Election 2022: BTP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, છોટુ વસાવાનું પત્તુ પુત્રએ કાપ્યું!
Gujarat Election 2022: સાત ટર્મથી અજેય છોટુ વસાવાનું પત્તુ પુત્ર મહેશ વસાવાએ જ કાપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છોટુ ભાઈની બ્રાન્ડ એવી ઝઘડિયા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી લડશે.
Trending Photos
Gujarat Election 2022: ચૂંટણીને લઈને એક પછી એક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ કડીમાં હવે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ બીજી યાદી જાહેર કરી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડીયા બેઠક પરથી ચૂંટણી લડશે. નાદુરસ્ત તબિયતના લીધે બીટીપીના છોટુ વસાવા આ ચૂંટણી નહીં લડે. છોટુ વસાવાના બદલે મહેશ વસાવા ઝઘડિયા બેઠકથી ચૂંટણી લડશે.
મહત્વનું છે કે, સાત ટર્મથી અજેય છોટુ વસાવાનું પત્તુ પુત્ર મહેશ વસાવાએ જ કાપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છોટુ ભાઈની બ્રાન્ડ એવી ઝઘડિયા બેઠક પરથી મહેશ વસાવા ચૂંટણી લડશે. સતત સાત ટર્મથી ઝઘડિયા બેઠક ઉપર બીટીપીનો ઝંડો લહેરાવનાર છોટુ વસાવા નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે. તેમની જગ્યાએ તેમનો પુત્ર જે હાલ ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય છે, મહેશ વસાવા તે ઝઘડિયાથી ચૂંટણી લડશે. ડેડિયાપાડાથી બહાદુરસિંહ વસાવા ચૂંટણી લડશે.
1. (152) ઝઘડીયા- મહેશ છોટુભાઈ વસાવા
2. (149) ડેડિયાપાડા- બહાદુરસિંગ દેવજીભાઈ વસાવા
3. (29) ખેડબ્રહ્મા- રવજીભાઈ વેલજીભાઈ પાંડોર
4. (138) જેતપુર પાવી- નરેન્દ્રભાઈ ગુરજીભાઈ રાઠવા
5. (154) અંકલેશ્વર- નીતિનકુમાર રતિલાલ વસાવા
6. (156) માંગરોળ- સુભાસભાઈ કાનજીબાઈ વસાવા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે