Zomato લોન્ચ કર્યું નવું ફીચર; પ્રશંસાનું ઘોડાપૂર, લોકોએ કહ્યું; અમે હંમેશા ઇચ્છતા હતા કે...

Zomato: ઝોમેટોએ ઓર્ડર શેડ્યુલિંગ ફીચર એવા સમયે લોન્ચ કર્યું છે જ્યારે કંપનીએ તાજેતરમાં તેની ઇન્ટરસિટી ફૂડ ડિલિવરી સર્વિસ 'Zomato Legends' બંધ કરવાની જાહેરાત કરી છે.

Zomato લોન્ચ કર્યું નવું ફીચર; પ્રશંસાનું ઘોડાપૂર, લોકોએ કહ્યું; અમે હંમેશા ઇચ્છતા હતા કે...

Zomato order scheduling feature: ફૂડ ડિલિવરી એપ Zomato એ એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે ગ્રાહકોને બે દિવસ અગાઉ ઓર્ડર શેડ્યૂલ કરવાની મંજૂરી આપશે. એટલે કે ગ્રાહકો બે દિવસ પહેલા જ પોતાના નક્કી કરેલા સમય અને સ્થળ માટે બે દિવસ અગાઉથી ઓર્ડર બુક કરી શકે છે.

શનિવારે કંપનીના સીઈઓ અને ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નવા ફીચર વિશે માહિતી આપી હતી. હાલમાં આ ફીચર કેટલાક પસંદગીના શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ધીમે ધીમે આ સુવિધા અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. કંપનીના CEO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓર્ડર શેડ્યુલિંગની સુવિધા હાલમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ, ચંદીગઢ, લખનૌ અને જયપુરમાં લગભગ 13000 આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. જો કે, આ સેવા 1000 રૂપિયાથી વધુના ઓર્ડર માટે ઉપલબ્ધ રહેશે.

Zomato Legends બંધ કરવાની જાહેરાત
ઝોમેટોએ ઓર્ડર શેડ્યુલિંગ ફીચર એવા સમયે લોન્ચ કર્યું છે જ્યારે કંપનીએ તાજેતરમાં તેની ઇન્ટરસિટી ફૂડ ડિલિવરી સર્વિસ 'Zomato Legends' બંધ કરવાની જાહેરાત કરી છે. Zomato Legends ના બંધ થવાની માહિતી આપતાં કંપનીના CEO દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું કે બે વર્ષના સતત પ્રયાસો પછી પણ આ પ્રોડક્ટ માર્કેટમાં ફિટ થઈ શકી નથી. આ કારણોસર અમે તાત્કાલિક અસરથી આ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પસંદગીના શહેરો પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં કંપનીના CEOએ કહ્યું છે કે આ રેસ્ટોરાંમાં ફૂડ સ્ટોકમાં હોય છે અને તેણે તૈયારી કરવાની એક કન્સિસ્ટેન્સી દેખાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓર્ડરની કિંમતની મર્યાદાને દૂર કરીને આ યાદીમાં ટૂંક સમયમાં વધુ શહેરો અને રેસ્ટોરાં ઉમેરવામાં આવશે.

Plan your meals better by placing an order up to 2 days in advance, and we’ll deliver right on time. For now, scheduling is available for orders above ₹1,000, at around 13,000 outlets across Delhi NCR, Bengaluru, Mumbai,… pic.twitter.com/LZGeNn1zZI

— Deepinder Goyal (@deepigoyal) August 24, 2024

નવા ફીચરની લોકોએ કરી પ્રશંસા 
સોશિયલ મીડિયા પર લોકો Zomatoના આ નવા ફીચરની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ગ્રેટ જોબ. હું હંમેશાથી આ ફીચર ઇચ્છતો હતો." અન્ય એક યુઝરે લખ્યું, "હું હંમેશા વિચારતો હતો કે આટલી શાનદાર એપમાં આ ફીચર કેમ નથી."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news