તમારું ખાતું Yes Bankમાં છે તો જલ્દી વાંચી લો ખુશીના સમાચાર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :યસ બેંકમાં ખાતુ ધરાવનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જલ્દી જ યસ બેંક (Yes Bank) પોતાનું કામ શરૂ કરવાની છે. તેનો મતલબ એ થયો કે, હવે યસ બેંકના તમામ ગ્રાહકો ફરીથી બેંકિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આશા વ્યક્ત કરાઈ હતી કે, 50 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા પણ દૂર થઈ જશે. સાથે જ પુર્નગઠન યોજનાને સરકારની મંજૂરી મળી ગયા બાદ સોમવારે સંકટગ્રસ્ત યસ બેંકના શેરમાં 58 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈમાં યસ બેંકના શેરે શાનદાર વાપસી કરીને 58.12 ટકાની છલાંગ લગાવી હતી. એનએસઈમાં પણ તેનો શેર 58.12 ટકા ઉછળીને 40.40 રૂપિયા પર રહ્યો. બીએસઈમાં તેના 112.78 લાખ શેરો તથા એનએસઈમાં 9.55 કરોડ શેરનો વેપાર થયો હતો.
ગુજરાતી ફિલ્મોના કોમેડિયન ઈકબાલ કેસ્ટોનું અકસ્માતમાં મોત, શુટિંગથી પરત ફરી રહ્યાં હતા
બુધવારથી ચાલુ થશે બેંકિંગ
યસ બેંકે પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી નિવેદન જાહેર કરતા કહ્યું કે, બેકિંગનું કામ બુધવારે ફરીથી શરૂ થઈ જશે. બેંકે કહ્યું કે, 18 માર્ચ સાંજે 6 વાગ્યાથી બેંક સામાન્ય રૂપથી કામ કરવાનું શરૂ કરી દેશે. ગ્રાહકો માટે બેંકિંગ સેવાઓની સાથે જ ઈન્ટરનેટ અને ડિજીટલ સેવાઓ પણ ચાલુ કરી દેવાશે.
નીતિન પટેલનો મોટો ધડાકો, કોંગ્રેસમાંથી આજે બીજા રાજીનામા પડી શકે છે
યસ બેંક મામલે અનિલ અંબાણીને નોટિસ
આ વચ્ચે યસ બેંક મામલામાં રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી (Anil Ambani) ને ઈડી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, અંબાણીને યસ બેંકમાં મની લોન્ડ્રિંગ મામલામાં આ નોટિસ મોકલવામાં આવી છે. અહીં ઉલ્લેખ કરવો પડ કે, યસ બેંકે એક મોટી રકમ અનિલ અંબાણીના ગ્રૂપને લોન સ્વરૂપે આપી હતી. જેને રિલાયન્સ ગ્રૂપ ચૂકવી શકી ન હતી.
પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્યું કારણ
ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) યસ બેંકના નિર્દેશક મંડળનો ભંગ કરી દીધો હતો. સાથે જ બેંક માટે નિર્દેશકની નિયુક્તિ કરી દીધી હતી. બેંક પર લાગેલ પ્રતિબંધોએ ગ્રાહકોના હાથ બાંધી દીધા હતા. કેન્દ્રીય બેંકે આગામી આદેશ સુધી બેંકના ગ્રાહકો માટે નિકાસી સીમા 50,000 રૂપિયા નક્કી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે