હવે આધાર સાથે લીંક કરાશે વોટર ID કાર્ડ, સરકાર વિચારી રહી છે અત્યાર સુધીનો સૌથી મેગા પ્લાન
પ્રવાસી ભારતીયોને મતાધિકારનો અધિકાર આપવાના પૂરક સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, આ એક સકારાત્મક સૂચન છે. તેમણે જણાવ્યું કે અમે ચૂંટણી પંચ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. ઓનલાઈન મતદાન પ્રણાલીને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે, તેના પર વિચાર ચાલી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજ્જૂ એ શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકારી બોગસ વોટિંગને રોકવા માટે કેન્દ્ર સરકારનો આગામી પ્લાન દર્શાવ્યો છે. બોગસ વોટિંગને રોકવા માટે હવે સરકાર આધારને મતદાર યાદી સાથે લિંક કરવા પર વિચાર કરી રહી છે. તેમણે ‘એક રાષ્ટ્ર, એક મતદાર યાદી’ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે સરકાર વિદેશમાં કામ કરતા ભારતીયોને ઓનલાઈન વોટિંગની સુવિધા પણ આપવા વિશે વિચાર કરી રહી છે.
લોકસભામાં ઘણા સવાલાના જવાબમાં રિજજૂએ જણાવ્યું હતું કે, આધાર અને મતદાર યાદીને લિંક કરવું એ મતદાર યાદીમાંથી એકથી વધુ વખત દેખાતા નામોને દૂર કરવાની એક રીત છે. જ્યારે એનઆરઆઈ માટે મતદાનના અધિકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચને વિદેશમાં કામ કરતા લોકો માટે મતદાનની સુવિધા આપવા માટે સરકાર તરફથી એક સૂચન મળ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ માટે સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવી પડશે.
ભાજપના અજય નિષાદના પૂરક પ્રશ્નના જવાબમાં કાયદામંત્રીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં બોગસ મતદાન રોકવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યો માટે માત્ર એક જ મતદાર યાદી લાવવાનો વિચાર ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે ચૂંટણી પંચ સાથે આ મુદ્દે વાતચીત કરી છે. ગત દિવસોમાં મતદાર યાદીને આધારની સાથે લિંક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ આ ફરજિયાત નથી, તે સ્વૈચ્છિક છે. પરંતુ, આનાથી બોગસ વોટિંગ અટકે તેવી સંભાવના દેખાઈ રહી છે. ભવિષ્યમાં પણ ચૂંટણી સુધારણા માટે જરૂરી પગલાં લેવાશે. એક રાષ્ટ્ર, એક મતદાર યાદી, આવી સરકારની વિચારસરણી છે. દેશમાં સ્વચ્છ મતદાન પ્રણાલી હોવી જોઈએ.
પ્રવાસી ભારતીયોને મતાધિકારનો અધિકાર આપવાના પૂરક સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, આ એક સકારાત્મક સૂચન છે. તેમણે જણાવ્યું કે અમે ચૂંટણી પંચ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. ઓનલાઈન મતદાન પ્રણાલીને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે, તેના પર વિચાર ચાલી રહ્યો છે. પરંતુ, કોઈ પણ જાહેરાત પહેલા તેની પારદર્શિતા, સુરક્ષા અને તેનાથી કોઈ પણ પ્રકારની ગડબડની આશંકાને ધ્યાનમાં રાખવી પડશે.
મતદાનની ટકાવારી વધારવા માટે ચર્ચા થવી જોઈએઃ મનીષ તિવારી
કોંગ્રેસના મનીષ તિવારીએ દેશમાં ઓછા મતદાન થવાથી ચિંતા વ્યક્ત કરતા મતદાનની ટકાવારી વધારવાના વિષય પર સદનમાં વિશેષ ચર્ચા કરાવવાના સૂચન આપતા મંત્રીએ પુછ્યું હતું કે ઈવીએમ બનાવ્યા બાદ તેનો સોર્સ કોડ ચૂંટણી પંચ પાસે રહે છે અથવા તો ઈવીએમ મશીન નિર્માતા કંપનીની પાસે!
ઈવીએમ પર સવાલ ઉઠાવવો જોઈએ નહીં: રિજ્જૂ
આ સવાલનો જવાબ આપતા રિજ્જૂ એ જણાવ્યું હતું કે, જેવી રીતે જજોની નિમણૂંક સરકાર કરે છે, પરંતુ નિયુક્તિ બાદ તે સ્વતંત્ર થઈ જાય છે, તેવી રીતે ઈવીએમ બન્યા બાદ નિયંત્રણ ચૂંટણી પંચની પાસે રહે છે. તેમણે એવું પણ જણાવ્યું કે ઈવીએમ પર કોઈ સવાલ ઉઠવો જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે