વિજય માલ્યાની બેંકોને અપીલ, 'મારો પૈસા લઇ લો અને જેટ એરવેઝને બચાવી લો'

ભાગેડૂ લિકર બિઝનેસ વિજય માલ્યાએ મંગળવારે ભારતીય બેંકોને અપીલ કરતાં કહ્યું કે 'તેમની પાસેથી પૈસા લઇ લો' અને જેટ એરવેઝને બચાવી લો. વિજય માલ્યાએ મંગળવારે સવારે પોતાના ટ્વિટર હેંડલ પર લખ્યું કે હું કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ પીએસયૂ બેંક અને અન્ય લેણદારોના પૈસા પરત કરવાની ઓફર કરી ચૂક્યો છું. એવામાં બેંક મારી પાસેથી પૈસા કેમ લઇ રહી નથી. તેનાથી જેટ એરવેઝને બચાવવામાં મદદ મળશે.
વિજય માલ્યાની બેંકોને અપીલ, 'મારો પૈસા લઇ લો અને જેટ એરવેઝને બચાવી લો'

નવી દિલ્હી: ભાગેડૂ લિકર બિઝનેસ વિજય માલ્યાએ મંગળવારે ભારતીય બેંકોને અપીલ કરતાં કહ્યું કે 'તેમની પાસેથી પૈસા લઇ લો' અને જેટ એરવેઝને બચાવી લો. વિજય માલ્યાએ મંગળવારે સવારે પોતાના ટ્વિટર હેંડલ પર લખ્યું કે હું કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ પીએસયૂ બેંક અને અન્ય લેણદારોના પૈસા પરત કરવાની ઓફર કરી ચૂક્યો છું. એવામાં બેંક મારી પાસેથી પૈસા કેમ લઇ રહી નથી. તેનાથી જેટ એરવેઝને બચાવવામાં મદદ મળશે.

બ્રિટનની કોર્ટમાં વિચારધીન છે મામલો
વિજય માલ્યા સંબંધિત કેસ બ્રિટનની કોર્ટમાં વિચારધીન છે. મંગળવારે સવારે કરેલા ટ્વિટમાં લીકર બિઝનેસે જેટને બેંકો દ્વારા આપવામાં આવી રહેલી મદદ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે એનડીએ સરકારનું બેવડું માપદંડ છે. સવાલ કરતાં કહ્યું કે પબ્લિક સેક્ટરના બેંક જેટ એરવેઝને બચાવવા માટે આગળ આવ્યા, પરંતુ તેમની કંપની કિંગફિશર એરલાઇન્સની સાથે આમ ન થયું. 

— Vijay Mallya (@TheVijayMallya) March 26, 2019

એનડીએ સરકારનું બેવડું માપદંડ ગણાવ્યું
વિજય માલ્યાએ પોતાના ટ્વિટમાં કહ્યું આ જોઇને ખુશી થઇ કે પીએસયૂ બેંક જેટ એરવેજમાં નોકરી, કનેક્ટિવિટી અને ઉદ્યમને બચાવવા માટે બેલ આઉટ થયા છે. આ ઇચ્છા કિંગફિશર એરલાઇન માટે કરવામાં આવી હતી. હું કિંગફિશર અને તેમના કર્મચારીઓને બચાવવા માટે 400 કરોડથી વધુનું રોકાણ કર્યું. તેનો સ્વિકાર ન કર્યો. આ જ પીએસયૂ બેંકોએ દેશના સારા કર્મચારીઓ અને કનેક્ટિવિટી સાથે સારી એરલાઇનને ફેલ કરી દીધી. એનડીએ સરકારમાં બેવડુ માપદંડ.

— Vijay Mallya (@TheVijayMallya) March 25, 2019

જેટ માટે 1500 કરોડના પેકેજની જાહેરાત
તમને જણાવી દઇએ કે વિજય માલ્યા દ્વારા આ ટ્વિટ પીસયૂ બેંકો દ્વારા જેટ એરવેઝ માટે 1500 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યાના બાદ એક દિવસ બાદ કર્યું છે. આ પહેલાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતાએ સોમવારે એરલાઇન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસેથી રાજીનામું આપી દીધું. ગોયલે આ 25 વર્ષ જૂની એરલાઇનના ચેરમેનનું પદ છોડી દીધું. 

જેટ એરવેઝના ભવિષ્યને લઇને ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો વચ્ચે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે એસબીઆઇ (SBI)ના નેતૃત્વમાંથી ધિરાણકર્તાઓના ગઠજોડની સમાધાન યોજનાને મંજૂરી આપી દીધી. કંપનીના ધિરણકારતા હવે એરલાઇનના નવા માલિક છે અને તેમની પાસે તેની 51 ટકા ઇક્વિટી ભાગીદારી છે. નાણાકીય સંકટના લીધે જેટ એરવેઝને 80 વિમાન ઉભા કરવા પડ્યા. નરેશ ગોયલે કર્મચારીઓને લખ્યું કે તે અને તેમની પત્ની અનીતા બંને તાત્કાલિક અસરથી જેટ એરવેઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news