2002 ના રમખાણો બાદ બગડેલી છબિને સુધારવામાં મદદગાર રહ્યું વાઈબ્રન્ટ ગુજરાત: વિજય રૂપાણી
Trending Photos
કિંજલ મિશ્રા, ગાંધીનગર: ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત સમિટના નવા સત્રનું રવિવારે સમાપન થઇ ગયું. આ અવસર પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના સફળ પ્રયોગે 2001 ના કચ્છ ભૂકંપ અને 2002ના ગોધરા રમખાણો બાદ ખરાબ થયેલી ગુજરાતની છબિને સુધારવામાં મદદ કરી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સપનાને શ્રેય આપતાં વિજય રૂપાણીએ કહ્યું કે 'વાઈબ્રન્ટ સમિટના સફળ પ્રયોગના કારણે ગુજરાત દેશના વિકાસનું એન્જીન બની ગયો. તેમણે કહ્યું કે 2001માં આવેલા ભૂકંપ બાદ 2002માં થયેલા રમખાણોને યાદ કરો. લોકોના એક સમૂહે આખા ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ફરીથી સ્થાપિત કરવામાં સફળ રહ્યું.
વિજય રૂપાણીએ કહ્યું કે 'તે સમયે લોકો વિચારે છે કે કચ્છ ફરી ઉભું થઇ શકશે નહી. લોકોનું માનવું છે કે ગોધરા બાદ દુનિયાભરમાં ગુજરાતની ખરાબ છબિ બાદ અહીં રોકાણ માટે કોઇ વિદેશી નહી આવે. તેમણે આગળ કહ્યું કે 'પરંતુ આજે આપણે જોઇ શકીએ છીએ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશી રોકાણકારોની સંખ્યા વધતી જાય છે. આખી દુનિયા ગુજરાતનું અભિવાદન કરતાં વાઈબ્રન્ટ સમિટથી જઇ રહી છે. તે ફક્ત ત્યારે રોકાણ કરે છે જ્યારે તેમણે વિશ્વાસ અને સ્થિરતા વિશ્વાસ થાય છે. દરેક રોકાણ એ સાબિત કરે છે કે ગુજરાતે પોતાની યથાવત રાખી છે.
10 ડિસેમ્બર, 2018ના રોજ રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા જાહેર સત્તા નિવેદન અનુસાર 2003થી થઇ રહેલી આ સમિટ પાછળ આઠ સત્રોમાં ગુજરતમાં 3,45,873 કરોડનું રોકાણ આવ્યું અને તેનાથી 23,67,000 નોકરીઓની તક પેદા થઇ. સમિટ માટે આગામી વિદેશી રોકાણ્કારોની વધતી જતી સંખ્યા ઉપરાંત સહયોગી દેશોની સંખ્યા પણ વધીને 15 કરોડ થઇ ગઇ.
ભાષણના મહત્વના મુદ્દાઓ
- વાઈબ્રન્ટ ગુજરાતમાં 135 દેશો ના 42000થી વધુ લોકોને ભાગ લીધો
- 1.5 લાખ લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું હતું
- 3040 ઇન્ટરનેશનલ ડેલીગેટ્સએ ભાગ લીધો
- એકસાથે આટલી જનસંખ્યામાં વિદેશી ડેલીગેટશન હોય એવું ભાગ્યે બને છે
- 6 દેશોના 7 મંત્રીઓ તથા એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા
- ગુજબેકિસ્તાન માલ્ટા ડેનમાર્કના PM ઉપસ્થિત રહ્યા
- ન્યૂસાઉથવેસ્ટના ગવર્નર ઉપસ્થિત રહ્યા
- 15 પાર્ટનર દેશોનું પ્રતિનિધિ મંડળ હાજર રહ્યું
- 37 કન્ટ્રી સેમિનાર તથા આંતરાષ્ટ્રીય સેમિનાર યોજાયા
- 6 જેટલા રાજ્યોએ સમિટમાં ઉપસ્થિત રહ્યા
- હિમાચલ પ્રદેશ, અધ્રપ્રદેશ હરિયાણા કર્ણાટક અને ઓરિસ્સાનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યા
- 3040 આંતરાષ્ટ્રીય ડેલીગેશનની b2b થઈ
- 2058 b2b બેઠક,1140 b2g મિટિંગ અને 28360 mou થયા છે
- આવનાર સમયમાં 21 લાખ લોકોને આ mouના કારણે રોજગારી પ્રાપ્ત થાય
- 1200 જેટલા સ્ટોલના 45 દેશના લોકોએ ભાગ લીધો છે
- ટ્રેડ શોમાં 15000 કરોડથી વધુ રકમના mou થયા છે
- આફ્રિકા ખંડના 54 દેશોમાંથી 52 દેશોને પ્રત્યક્ષ રીતે ભાગ લીધો
- ગ્લોબલ ટ્રેડ શો 2.14 લાખ મીટરમાં યોજાયો છે
- PM મોદીએ આ વખતે 2 દિવસ ગુજરાતને ફળવ્યા, લેસર શોનું લોન્ચિંગ કરવામાં આવ્યું
- શેપિંગ ન્યુ ઇન્ડિયા થીમ સાથે વ્યબ્રન્ટ સમિટ માં 3000 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો
- ભારતના ઉદ્યોગપતિઓ આ વખતે ગુજરાત માં મહત્વના mou કર્યા છે
- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર વાઈબ્રન્ટ ગુજરાતમાં આવ્યા હતા ગુજરાત ક્રિકેટના સહાયરૂપ થવા માટે તેમને આમંત્રણ આપ્યું છે.
- કલાકારો, ખેલાડીઓ, આરોગ્ય ક્ષેત્રે, ડાયમંડ, પોર્ટ, એન્જિનિયરિંગ, કાપડ ઉદ્યોગ અંગે પણ ચર્ચા થઈ છે
- GST બાદ ટેક્ષ સ્લોટ પણ ઘણો સુધારો થયો છે
- GIDC માં સસ્તા ભાવે જમીન MSME નર ફાળવવામાં આવશે
- આગામી દિવસ માં એ દિશા માં પણ કોલોબ્રેશન કરવમાં આવશે
- જે દીર્ઘ દ્રષ્ટિ સાથે pm મોદી એ ગુજરાતના CM તરીકે શરૂઆત કરી હતી એ હવે સાકાર થઈ રહ્યું છે
- રિલાન્સ ગ્રુપે 3 લાખ કરોડના મૂડી રોકાણની જાહેરાત કરી
- રશિયાની કંપની એ પણ મોટા મૂડી રોકાણની જાહેરાત
- પહેલા 2,3 વાઈબ્રન્ટ સુધી માત્ર ગુજરાત જ વ્યવસાય માટે વ્યવસાય હાઉસને આમંત્રિત કરતાં હતાં હવે તમામ રાજ્યોએ આ મોડેલ અપનાવ્યું છે જે લોકો ટીકા કરતા હતા એ લોકો પણ આનો અમલ કરે છે એ જ ગુજરાતની સફળતા છે
- પશ્ચિમ બંગાળે પણ આ જ રીતે સમિટ ટૂંક સમય પહેલા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે