હેવ ગ્લોબલ વોર્મિંગ પર લાગશે બ્રેક, કાર્બન ડાયોક્સાઇડથી બનશે વીજળી

કાર્બન ડાયોક્સાઇડના વૈશ્વિક તાપમાનમાં વધારામાં મુખ્ય ફાળો છે. સંશોધકોએ કહ્યું છે કે હાઇબ્રિડ એનએ-કાર્બન ડાયોક્સાઇડ સતત ઇલેક્ટ્રિકલ ઊર્જાનું ઉત્પન્ન કરી શકે છે.

હેવ ગ્લોબલ વોર્મિંગ પર લાગશે બ્રેક, કાર્બન ડાયોક્સાઇડથી બનશે વીજળી

સિયોલ: વૈજ્ઞાનિકોએ એક નવી પ્રણાલી વિકસિત કરી છે જે કાર્બન ડાયોક્સાઇડથી વીજળી અને હાઇડ્રોજન ઈધણ ઉત્પન્ન કરી શકે છે. કાર્બન ડાયોક્સાઇડના વૈશ્વિક તાપમાનમાં વધારામાં મુખ્ય ફાળો છે. સંશોધકોએ કહ્યું છે કે હાઇબ્રિડ એનએ-કાર્બન ડાયોક્સાઇડ સતત ઇલેક્ટ્રિકલ ઊર્જાનું ઉત્પન્ન કરી શકે છે. દક્ષિણ કોરિયામાં ઉલસાન નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી (યૂએનઆઇએસટી) ના ગુંટે કિમ જણાવ્યું કે, વૈશ્વિક જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા કાર્બન કેપ્ચર, યુટિલિલાઈઝેશન અને સિક્વેસ્ટ્રેશન (સીસીયુ) ટેક્નોલૉજી એક મુખ્ય ફાળો રહ્યો છે.

કિમ જણાવ્યું હતું કે, ‘તે ટેક્નોલોજીની મહત્વપૂર્ણ વાત એ છે કે રાસાયણિક રીતે સ્થિર કાર્બન ડાયોક્સાઇડના અણુઓને અન્ય પદાર્થોમાં સરળતાથી રૂપાંતરિત કરી શકાય છે. અમારી નવી સિસ્ટમએ આ સમસ્યાનો ઉકેલ કાર્બન ડાયોક્સાઇડના વિઘટન પ્રણાલી સાથે કરી દીધો છે.’

છેલ્લી એક સદીમાં ગ્લોબલ વોર્મિંગની અસર જળવાયુ પરિવર્તનના રૂપમાં સામે આવી છે. આ સાથે, હવામાનની પદ્ધતિમાં પરિવર્તનને લીધે, પાક ચક્ર પરની અસર બાદ પ્રાણીઓના જીવન તેમજ મનુષ્યના જીવનચક્ર પર પણ અસર જોવા મળી રહી છે. પ્રકૃતિ સાથેના માનવની દખલગીરીના વધુ ઉપયોગને કારણે, 1970થી હવામાન ચક્રમાં ફેરફારના દરમાં વધારો થયો છે. આ ફેરફાર તીવ્ર ગરમી, તીવ્ર શિયાળો, ભારે વરસાદ અને તોફાનની તીવ્રતામાં વધારા તરીકે જોવા મળે છે. અહીંયાથી જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને પડકાર શરૂ થાય છે.
(ઇનપુટ: ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news